________________
ખૂબ હોંશિયાર અને સફળ થાય છે તે નર્યો ભ્રમ છે. સફળતા કે સિદ્ધિને ભાષા નહિ, જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોઈ શકે. બધા જ અંગ્રેજો અને અમેરિકનો સિદ્ધિના શિખરે છે તેવું નથી અને બધા બિનઅંગ્રેજીભાષકો બેહાલ છે, તેવું પણ નથી. ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર ચીન અને જાપાન જેવા દેશોએ માતૃભાષાનો જ મહિમા કર્યો છે.
સંસ્કૃત ભાષામાં તમામ વિષયોનું અઢળક સાહિત્ય રચાયેલું છે. વિજ્ઞાનના જેટલા પુસ્તકો રશિયન ભાષામાં છે તેટલા બીજી કોઈ ભાષામાં નથી. દાર્શનિક ગ્રંથો જર્મન ભાષામાં ભરપૂર છે. કલા અને સંગીતનું સાહિત્ય ફ્રેન્ચ ભાષામાં પુષ્કળ છે. દુનિયાનો કોઈ વિષય કે જ્ઞાનનું કોઈ ક્ષેત્ર અંગ્રેજી ભાષાનું ઓશિયાળું નથી.
સિંહ વનનો રાજા ભલે હોય, તે અને તેની ભાષા ભલે ખૂબ પ્રતાપી હોય તે છતાં ભેંસ પોતાના બચ્ચાને ભાંભરતા જ અને ગધેડું ભૂંકતા જ શીખવાડે છે.
જ
અંગ્રેજી અને અંગ્રેજિયતથી અંજાઈ ગયેલાઓએ આ પ્રાણીઓ પાસેથી પ્રેરણા લેવા જેવી છે.
અંગ્રેજીના ગાંડપણ પાછળ બુદ્ધિમત્તા ઓછી અને અનુકરણશીલતા વધારે ભાગ ભજવતી લાગે છે. અનુકરણશીલતાની બાબતમાં ઘેટાને ખોટું બદનામ કરવામાં આવે
છે!
બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની બે ફલશ્રુતિ બહાર તરી આવે છે. બાળક લઘુતા ગ્રન્થિથી પીડાય છે અને મા-બાપ ગુરુતાગ્રન્થિથી !
અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. મહાવીર સ્વામી લોકભાષા પ્રાકૃતમાં જ ધર્મદેશના આપતા હતા.
તીર્થંકર પરમાત્માની વાણીનો એવો પ્રભાવ હોય છે કે, તેમની વાણી શ્રોતાને પોતાની ભાષામાં સમજાઈ જાય. પ્રભાવનું સ્વરૂપ પણ ખૂબ સૂચક છે. પોતે જે ભાષામાં દેશના આપે છે, તે ભાષા શ્રોતાને આવડી જાય તેવો પ્રભાવ નહિ; શ્રોતાને પોતાની ભાષામાં સમજાય તેવો પ્રભાવ. સમજવા માટેની શ્રેષ્ઠ ભાષા - માતૃભાષા.
ભવ્ય ભાષા : માતૃભાષા
૮૨