________________
ગુણાકાર નથી કરતા, મલ્ટિપ્લાય કરીને મલ્ટિપ્લિકેશન કરે છે. ભાગ્યા કરીને ભાગાકાર નથી કરતા, ડિવાઈડ કરીને ડિવિઝન કરે છે. તેઓ વર્ગ નથી કરતા, સ્ક્વેર કરે છે. વર્ગમૂળ નથી કાઢતા, સ્કવેરરૂટ કાઢે છે. ઘન નથી કરતા, ક્યૂબ કરે છે. ઘનમૂળ નથી કાઢતા, ક્યૂબરૂટ કાઢે છે. ભૂમિતિમાં વર્તુળ નથી હોતું, સર્કલ હોય છે. વર્તુળને કેન્દ્ર નથી હોતું, સેન્ટર હોય છે. તેને ત્રિજ્યા નથી હોતી, રેડિઅસ હોય છે. વ્યાસ નથી હોતો, ડાયામીટર હોય છે. પરિઘ નથી હોતો, સર્કમન્સ હોય છે. ક્ષેત્રફળ નથી હોતું, એરિયા હોય છે. આકૃતિ નથી હોતી, ફિગર હોય છે. ચોરસ નથી હોતો, સ્ક્વેર હોય છે. ત્રિકોણ નથી હોતો, ટ્રાયન્ગલ હોય છે. વસ્તુ જાડી-પાતળી નથી હોતી, થિક કે થિન હોય છે. નાનું-મોટું નથી હોતું, સ્મૉલ-બિગ હોય છે. હલકું-ભારે નથી હોતું, લાઈટ-હેવી હોય છે. લંબાઈ નથી હોતી, લેન્થ હોય છે. પહોળાઈ નથી હોતી, વિડ્યું હોય છે. ઊંચાઈ નથી હોતી, હાઈટ હોય છે. વજન નથી હોતું, વેઈટ હોય છે. કદ નથી હોતું, સાઈઝ હોય છે. તેઓ અંતર નથી માપતા, ડિસ્ટેન્સ માપે છે. ઉષ્ણતામાન નથી માપતા, ટેમ્પરેચર માપે છે. નાડીના ધબકારા નથી તપાસતા, પલ્સ તપાસે છે. હૃદયના ધબકારા નથી માપતા, હાર્ટબિટ્સ માપે છે. શરીરમાં ધમની નથી હોતી, આર્ટરી હોય છે. શિરા નથી હોતી, વેન હોય છે. યકૃત કે પિત્તાશય નથી હોતું, લિવર હોય છે. ફેફસાં નથી હોતાં, લગ્સ હોય છે. મગજ નથી હોતું, બ્રેઈન હોય છે. આંત્રપુચ્છ નથી હોતું, ઍપેન્ડિક્સ હોય છે.
ભણી લીધા પછી તે નોકરી માટે પ્રયત્ન નથી કરતા, સર્વિસ કે જોબ માટે પ્રયત્ન કરે છે. તે માટે તેમની મુલાકાત નથી લેવાતી, ઈન્ટર્વ્યુ લેવાય છે. તે પછી તેમની પસંદગી નથી થતી, સિલેક્શન થાય છે. નિમણૂક નથી થતી, એૉઈન્ટમેન્ટ થાય છે. પછી તે પેઢીમાં નહિ પણ કંપનીમાં, જોડાતા નથી, જૉઈન્ટ થાય છે. તેમના કામના કલાક નક્કી નથી થતા, વર્કિંગ અવર્સ નક્કી થાય છે. તેમને પગાર નથી મળતો, પે અથવા સેલરી મળે છે. તે સિવાય ખાસ ભથ્થાં તેમને નથી મળતા, સ્પેશ્યલ એલાઉન્સિસ મળે છે. નોકરીમાં તેમને ઉપરી નથી હોતા, બૉસ હોય છે. નોકરી ન ફાવે તો તે રાજીનામું નથી આપતા, રિઝાઈન કરે છે. શેઠને ન ફાવે તો શેઠ તેમને પાણીચું નથી પકડાવતા ડિસમિસ કરે છે અથવા રસ્ટિકેટ કરે છે. અમુક ઉંમરે તે નિવૃત્ત નથી થતા, રિટાયર થાય છે.
૧૨
ભવ્ય ભાષા : માતૃભાષા
ભવ્ય