Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 111
________________ કંપની જો અમને સંસ્કૃતમાં સેવા આપવાની વ્યવસ્થા કરે તો જ અમે તમારા ગ્રાહક રહીએ. કંપનીએ સંસ્કૃત ભાષાના જાણકાર ખાસ કર્મચારીને રોકી તેમને સંસ્કૃતની સુવિધા પૂરી પાડી. ભાષાનો પ્રેમ હોય તો ક્યાંય અવરોધ નડતા નથી. હું એક ભાઈને ખૂબ નિકટતાથી ઓળખું છું. મુંબઈ ઝવેરી બજારમાં ધંધો કરતા કુમારભાઈએ બેન્ક ઓફ ઓમાનમાં પોતાનું ખાતું ખોલાવ્યું. સહી ગુજરાતીમાં કરી. બેન્કે તેમને સહી અંગ્રેજીમાં કરવા સૂચવ્યું. ગુજરાતી સહીની ચકાસણી કરી શકે તેવો કોઈ કર્મચારી બેન્ક પાસે નહોતો. આ ભાઈએ બેન્કને સ્પષ્ટ જણાવ્યું – “હું ગુજરાતી છું. સહી મારી માતૃભાષા ગુજરાતીમાં જ કરીશ. સહીની ચકાસણી કરવાની શું વ્યવસ્થા કરવી તે તમારો વિષય છે. તમે મને અંગ્રેજીમાં જ સહી કરવાની ફરજ ન પાડી શકો.’’ છેવટે બેન્કને નમતું જોખવું પડયું. તેણે ગુજરાર્તીભાષી એક કર્મચારીને ખાસ નિયુક્ત કર્યો. સહી ગુજરાતીમાં જ કરવાનો સંકલ્પ દરેક ગુજરાતી ન કરી શકે? આ ભાઈ પાસેથી તમામ ગુજરાતીઓએ માતૃભાષા-પ્રેમનું ટયુશન લેવું જોઈએ. આ પ્રકારની ભાષાગૌરવની લાગણી બધે પ્રગટે તો માતૃભાષાની આયુષ્યદોરી ઘણી લંબાઈ જાય. વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિઓ, સમાજો વગેરે તરફ્થી નિબંધસ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચર્ચાસત્ર, વાદસભા કે સંવાદસભા જેવા કાર્યક્રમોનું અવારનવાર આયોજન થતું હોય છે. તેવા આયોજનોમાં ભાષાનું માધ્યમ માતૃભાષા ફરજિયાતરૂપે રાખવામાં આવે અથવા માતૃભાષાના માધ્યમની પસંદગી કરનારને પસંદગીના વિશેષ ગુણાંક આપવામાં આવે તો પણ માતૃભાષાનું આકર્ષણ અને લાગણી સચવાય. કવિ નર્મદના જન્મદિવસ ૨૪ ઓગષ્ટને દર વર્ષે ‘વિશ્વ ગુજરાતી દિવસ’ તરીકે ઊજવવાનું મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ નક્કી કર્યું છે. આ ઊજવણીના અનુસંધાનમાં સાહિત્ય અકાદમી અને ‘મુંબઇ સમાચાર’ ના સંયુક્ત ઉપક્રમે એક નિબંધ સ્પર્ધાનું આયોજન થયેલું. તે નિબંધનો વિષય હતો : ‘‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઊજવણી શા માટે? કઇ રીતે?’’ ‘“કચ્છ શક્તિ” દ્વારા પણ એક જાહેર નિબંધસ્પર્ધાનું આયોજન થયું હતું. તેનો વિષય હતો, ‘‘શા માટે માતૃભાષામાં શિક્ષણ જરૂરી?'' ‘ભવ્ય ભાષા : માતૃભાષા ૧૦૨

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122