________________
પરની નિર્દોષ રમતથી બાળકને જ્ઞાન સાથે ગમ્મત મળશે.
આજકાલ ક્રોસવર્ડ ભરવાનો નાના-મોટા સહુને ખૂબ શોખ હોય છે. ગુજરાતીમાં આડી ચાવી-ઊભી ચાવીનાં ચોકઠાં પૂરીને પોતાની ગુજરાતી શબ્દ-સમૃદ્ધિનો વિકાસ કરી શકાય.
જ્યારે ગુજરાતીમાં લખવાનું કે બોલવાનું થાય ત્યારે બને ત્યાં સુધી ઓછામાં ઓછા અંગ્રેજી શબ્દોનો પ્રયોગ કરવાની ટેવ પાડવી જોઈએ.
alegos llegan બાળકોને રોજ રાત્રે પ્રેરક વાર્તાઓ કહેવાની આદત પાડવી જોઈએ. આ વાર્તા ગુજરાતીમાં કહેવી. આ સુંદર આદતથી અનેક લાભ થશે. બાળકોને વાત્સલ્ય અને હું મળશે. સુંદર સંસ્કારનું વાવેતર થશે. વાર્તા-કથાના માધ્યમથી સરસ નવી જાણકારી મળશે. અને, કહેનાર તથા સાંભળનાર બન્નેની ગુજરાતી ભાષા સુદઢ બનશે.
te @les બોલનાર અને સાંભળનાર બંન્ને ગુજરાતી હોય ત્યારે બીજી ભાષામાં શા માટે વાત કરવી જોઈએ ? પાંચ-પાંચ ડિગ્રીઓ ધરાવતા હોય તેવા પણ બે રાજસ્થાની કે બે કચ્છી ભેગા થાય ત્યારે મારવાડી અને કચ્છીમાં વાત કરતા હોય છે.
દાઉદી વહોરા સમાજના જગદ્ગર સૈયદના સાહેબે ધર્મની આણ આપીને હાકલ કરી હતી કે, બાળકોને અવશ્ય ગુજરાતી શીખવાડો. ગુજરાતી આવડે તે જ સાચો દાઉદી વહોરા.
દરેક સમાજના, કોમના, જ્ઞાતિના આગેવાનો અને આદરણીય વ્યક્તિઓ ભાષાને ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાગત સામાજિક વ્યવસ્થાઓનું મહત્ત્વનું વાહક પરિબળ સમજી પોતાની પ્રભાવછાયામાં રહેલા જનસમૂહને પોતાની મર્યાદામાં રહીને યોગ્ય પ્રેરણા કે માર્ગદર્શન આપે તો તેનો પ્રતિભાવ ચોક્કસ સારો મળે.
le zonsoles
૧૦૦
ભવ્ય ભાષા : માતૃભાષા