________________
ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક, બંગાળ વગેરે અનેક રાજ્યોમાં આજના અંગ્રેજી ભાષાના આટલા બધા પ્રભુત્વ અને પ્રભાવના સમયમાં પણ સ્થાનિક ભાષાઓનું સન્માન ઘણું સચવાયેલું છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રિયન પ્રજાને હજુ અંગ્રેજીનું વળગણ ગુજરાતીઓ જેટલું નથી વળગ્યું. મુંબઈમાં ગુજરાતી માધ્યમની શાળાઓ કરતાં મરાઠી માધ્યમની શાળાઓ વધારે છે અને ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં માતૃભાષાના માધ્યમની શાળાઓ ઘણી છે. ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરના અમુક વિસ્તારોમાં લગભગ બધો વ્યવહાર ગુજરાતીમાં ચાલે છે. ત્યાં દુકાનનાં પાટિયાં પણ ગુજરાતીમાં હોય છે.
સરકારી કે ઉપ-સરકારી કચેરીઓનો વ્યવહાર-વહીવટ માતૃભાષામાં જ થાય તો માતૃભાષાનું પ્રાથમિક જ્ઞાન બધાને જરૂરી જણાય અને માતૃભાષા સાથેનો સંપર્ક જીવંત રહે..
les seves - સંસ્કૃત ભાષાના પ્રચાર માટે સંસ્કૃત ભારતી જેવી સંસ્થાઓ પરિણામલક્ષી નોંધમાત્ર કાર્ય કરી રહી છે. તે પ્રયાસોને પરિણામે હજારો વ્યક્તિઓએ અને હજારો પરિવારોએ સંસ્કૃત ભાષાને વાતચીતનું માધ્યમ બનાવ્યું છે. સંસ્કૃત વાંચન પણ ખૂબ વધ્યું છે. ગુજરાતી વિચારમંચ ગુજરાતી ભાષાના જતન અને ઉત્થાન માટે કાર્યરત છે. પરંતુ, આ દિશામાં હજુ પ્રબળ પ્રયાસો આવશ્યક છે.
ગજાનન કનૈયાલાલ નામના એક સંસ્કૃતપ્રેમી સદ્ગહસ્થ ૨ માર્ચ, ૨૦૧૦ના દિવસે સુરતની રઘુનંદન માર્કેટમાં એક દુકાન ખરીદી. તેમણે આ દુકાનનું રજિસ્ટ્રેશન સંસ્કૃત ભાષામાં જ કરાવવાનો આગ્રહ રાખ્યો. તેમની વાત સરકારી કચેરીમાં સરળતાથી
સ્વીકૃત ન થઈ. તેમણે આગ્રહ ન છોડ્યો. આખરે સંસ્કૃતમાં જ રજિસ્ટ્રેશન થયું. સુરત મહાનગરપાલિકા કે કદાચ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ભાષામાં રજિસ્ટ્રેશનની આ પ્રથમ ઘટના હશે. આ પ્રસંગ જાણ્યા પછી અનેક કાયદાશાસ્ત્રીઓનું માનવું છે કે, ભારતમાં માન્યતા પ્રાપ્ત કોઈ પણ ભાષામાં સરકારી કચેરીની કોઈ પણ કાર્યવાહી કરાવી શકાય.
આવી જ બીજી એક રસપ્રદ ઘટના છે. મુંબઈ ઘાટકોપરમાં વસતા શ્રી ગાયત્રી મુરલીકૃષ્ણ સોમૈયા કોલેજના પ્રાધ્યાપક છે. તેમણે મોબાઈલ કંપનીને સંસ્કૃતમાં જ સંદેશ આપ્યો કે, હું અને મારા અનેક મિત્રોનું વાતચીતનું માધ્યમ સંસ્કૃત છે. તમારી મોબાઈલ
ભવ્ય ભાષાઃ માતૃભાષા
૧૦૧