________________
સદ્વાંચન એ વિચારશુદ્ધિ સાથે ભાષાશુદ્ધિ માટેનો અકસીર ઉપાય છે. જૂની પેઢી પાસે વાંચન-વૈભવ ઘણો હતો. આજે વ્યસ્ત જીવનચર્યાથી અનુભવાતા સમયસંકોચ અને દશ્ય માધ્યમોએ વાંચનના શોખને ખૂબ માઠી અસર પહોંચાડી છે. અને, કદાચ થોડાં - ઘણાં વંચાતાં હોય તો દૈનિકો અને સામાહિકો. બાકી, વધારે પડતો સંપર્ક તો અંગ્રેજીનો જ રહે. ગુજરાતી પ્રજાએ ગુજરાતી સદ્વાંચનના શોખને ઉજાગર કરવાની તાતી જરૂર છે.
| ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી “વાંચે ગુજરાતની આહલેકને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાતી ભાષામાં સાત્વિક, સંસ્કારી, સદ્વિચાર પોષક પુષ્કળ સાહિત્ય લખાયેલું છે. તે સાહિત્યનું વાંચન કરવું તે જ તે સાહિત્યને અને તેના રચયિતાને અર્પણ થતી શ્રેષ્ઠ ભાવાંજલિ છે.
- ધર્મગુરુઓ, સદ્વિચારકો વગેરેનાં ગુજરાતી ભાષાના પ્રવચનો અને વાર્તાલાપોનું શ્રવણ પણ તમારી ભાષાનું ઊંજણ કરી શકે. સદુપદેશ, પ્રેરણા અને સદ્વિચાર મળે તે તો મુખ્ય લાભ.
cક કચ્છ બાળકોને ગુજરાતી ભાષા પ્રત્યે રસ, રુચિ, લગાવ વધે તે રીતે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. પાંચ મહેમાનોની વચ્ચે ગુજરાતી મમ્મી-પપ્પા બાળકને કહેતા હોય છે. “જો, ગેસ્ટ આવ્યા છે. તેમને તારી પેલી પોએમ સાંભળવી છે. બેટા! સંભળાવીશ ને ? “ટ્વિન્કલ વિન્કલ લીટલ સ્ટાર” બોલીશ કે “જેક એન્ડ જલ” બોલીશ ? કે બન્ને બોલીશ ?”
આવું કહેવાને બદલે બાળકને કોઈ ગુજરાતી કવિતા, જોડકણું, સ્તુતિ કે ભક્તિગીત સંભળાવવાનું ન કહી શકાય ? તમે જે બાબત માટે તેને પ્રેરિત અને પ્રોત્સાહિત કરશો, તે બાબતનો મહિમા તેના મનમાં દઢ થશે.
બાળકોને નવરાશના સમયમાં અંતાક્ષરી વગેરે રમતો રમાડવામાં આવે છે. ગુજરાતી સંસ્કારગીતો, ભક્તિગીતો કે ગુજરાતી શબ્દોની અંતાક્ષરી કે તે પ્રકારની ગુજરાતી શબ્દો ભવ્ય ભાષાઃ માતૃભાષા
CC