Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 119
________________ જન ગયા. પર્વ ગયા, તહેવાર ગયા, ઉત્સવના વ્યવહાર ગયા; ફેસ્ટિવલ ને ડે ઊજવતા, આપણે જ આપણી બહાર ગયા. પંચ ગયા, મહાજન ગયા, ન્યાય-નીતિના વજન ગયા; કોર્ટ-કચેરીના આંટાફેરામાં, સ્વજનથી દૂર સ્વજન ગયા. લાપસી ગયા, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા; બ્રેડ-પાઉના બ્રેકફાસ્ટમાં, ખાખરા-પુરીના નાસ્તા ગયા. ધોતી અને કફની ગયા, ટોપી-પાઘડી-ખેસ ગયા; નિત બદલાતી ફેશનોમાં, પુરુષ-સ્ત્રીના ભેદ ગયા. ાતા ગયા. સંસ્કારોની પડતીનું એક પગથિયું ભાષા-પરિવર્તન છે. મા ગુર્જરી! તારા મોતમાં મા સંસ્કૃતિનું મોત છે. તારા મોતમાં મા સંસ્કારિતાનું મોત છે. તારા મોતમાં મા સભ્યતાનું મોત છે. તારા મોતમાં મા સજ્જનતાનું મોત છે. તારા મોતમાં મા ધાર્મિકતાનું મોત છે. ૧૧૦ ભવ્ય ભાષા માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122