Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 118
________________ મહેમાન ગયા, પરોણા ગયા, અતિથિના અશ્રુભીના આવકાર ગયા; બુફે ડીનર અને સોલ્જર સિસ્ટમમાં, ખવડાવીને ખુશ થવાના સંસ્કાર ગયા. કાકા ગયા, મામા ગયા, માસા અને આ ગયા; એક અન્કલના પેટમાં એ બધા ગરકાવ થયા. કાકી, મામી-માસી, ફોઈ, સ્વજનોના વિસ્તાર ગયા. ખાણી ફરી, પીણી ફરી, ચાલ અને ચલગત ફરી ; રહેણી ફરી, કહેણી ફરી, રીત અને રીતભાત ફરી. શ્રદ્ધાની શ્રદ્ધા ટળી, સમતાની મમતા ટળી; ભાગદોડ અને ભાંગફોડમાં, આખી દુનિયા મરે બળી. ટાણાં ગયા, ગાણાં ગયા, ભાઈ-ભાંડુનાં ભાણાં ગયા; મરણ પછીના કાણાં ગયા, બળતણમાંથી છાણાં ગયા. હાલરડાના હાલા ગયા, લગનના ટાણાં ગયા. આઈસક્રીમના આડંબરમાં; મીઠા ગોળ ને ધાણા ગયા. ભવ્ય ભાષા માતૃભાષા ૧૦૯ કે

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122