________________
તું જીન્દા, તો તે બધી જીન્દા.
નથી રહેવાતું, નથી સહેવાતું. મા ગુર્જરીનું મોત મારાથી નથી જોવાતું. કમળનો ‘ક’ બિચારો કરમાઈ જશે. ખટારાનો ખ” બિચારો અંગ્રેજી માધ્યમના ખટારા નીચે કચડાઈ જશે.
ગણપતિના ગ” ને ગધેડાનો “ગ” બનાવીને અમે મંદિરમાંથી બહાર કાઢી ઉકરડે મૂક્યો.... આજે તે બિચારો “ગ” હવે ક્યાંયનો ય ન રહ્યો.
અંગ્રેજી આલ્ફાબેટનો ધક્કો લાગતા આ કક્કો હવે ગબડી રહ્યો છે..... કો'ક તો તેને ઝાલો...... કો'ક તો તેને પકડો.
કોની સામે હત્યાનો આરોપ મૂકું ? કોની સામે તહોમતનામું ઘડું ? કોની સામે હું યુદ્ધે ચડું? -
પણ, યુદ્ધે ચડું કે પછી આ મરણતોલ માની બાજુમાં બેસી તેને સાંત્વનાના બે શબ્દો સંભળાવું?
tetછઠ્ઠ
Pભય ભાષા માતૃભાષA
૧૧૧