Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 107
________________ ગુજરાતમાંથી પહેલા આફ્રિકા જઈને વસેલા અને તે પછી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ પોતાની વ્યથા ઠાલવે છે : અમે આફ્રિકામાં અમારી સંપત્તિ ગુમાવી અને ઈંગ્લેન્ડમાં આવીને અમારી સંતતિ ગુમાવી. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કૃતિના પ્રભાવમાં આવેલા અમારા સંતાનો સંસ્કારભ્રષ્ટ બન્યા છે. ' આ રીતે થયેલા નુકસાનથી ચેતેલા ઈંગ્લેન્ડના ગુજરાતીઓ વર્ષોથી શનિ-રવિવારે ગુજરાતી વર્ગ ચલાવે છે અને હજુ આગળ વધીને ગુજરાતી માધ્યમની નિયમિત શાળાઓ ખોલવાનું વિચારી રહ્યા છે. વિદેશ જઈને વસેલા ગુજરાતીઓ પાસેથી ગુજરાત-મુંબઈના ગુજરાતીઓ કાંઈ પ્રેરણા લેશે ? ogles desplegame એક તો બાળક શાળામાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને બીજી બાજુ ઘરમાં તેને સંપૂર્ણ ગુજરાતી વાતાવરણ મળતું નથી,તેથી બાળક માતૃભાષાની સુગંધથી વંચિત રહે છે. ઘરનું માધ્યમ પણ જો શુદ્ધ ગુજરાતી રહે તો આપણી ભાષા અને આપણી સંસ્કૃતિ સાથેનો બાળકનો સંબંધ અકબંધ રહી શકે. ઘરમાં જો અંગ્રેજીની ભેળસેળ વગરની સંપૂર્ણ શુદ્ધ ગુજરાતી બોલાય તો તે બાળકના, પરિવારના અને માતૃભાષાના હિતમાં છે. રાજસ્થાની લોકો વેપાર-વ્યવસાયાર્થે ભારતના ખૂણે-ખૂણે પહોંચેલા છે. રાજસ્થાન છોડીને અમદાવાદ, મુંબઈ, પૂના, કોલ્હાપુર, ઈન્દોર, વિજયવાડા, હૈદ્રાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ કે દિલ્હી-કલકત્તા જઈને વસેલા રાજસ્થાની પરિવારોના ઘરમાં તો મારવાડી ભાષા જ બોલાતી હોય છે. તે દૂરના પ્રદેશમાં ગયાને કદાચ પાંચ પેઢીઓ પસાર થઈ ગઈ હોય તોય મારવાડી ભૂલ્યા નથી. ઘરના માધ્યમ તરીકેનું પણ માતૃભાષાનું ગૌરવ પણ જો અકબંધ રહે તોય તેની આવરદા ઘણી લાંબી ચાલે. કચ્છી પ્રજા પણ દૂર-સુદૂર જઈને વસવા છતાં ઘરના માધ્યમ તરકે તો મોટેભાગે કચ્છી બોલીને જ સ્થાન આપે છે. | ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. તેમની કુલ વસતી સાડા ચાર કરોડથી વધુ છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેનિયા, અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ક્ઝિી, કેનેડા, ઝિમ્બાવે, ઝાંબિયા વગેરે અનેક રાષ્ટ્રમાં વસતા ગુજરાતી પરિવારો ગુજરાત છોડીને ત્યાં રહેવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે અને તેમાંના ઘણા લોકો ઘરમાં ગુજરાતી જ બોલે છે. ઘરનું માધ્યમ તો ગુજરાતી જ. આ ગુજરાતી ભાષાને બચાવી લેવાનો સૌથી સક્ષમ ઉપાય છે. ૯૮ જ ભવ્ય ભાષા : માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122