Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 112
________________ ‘‘મુંબઇ સમાચાર’” અને બૃહદ્ મુંબઇ ગુજરાતી સમાજના સંયુક્ત ઉપક્રમે પણ આવી એક નિબંધસ્પર્ધાનું તાજેતરમાં આયોજન થયેલું. તેનો વિષય હતો : ગુજરાતી ભાષાનું ભવિષ્ય. માતૃભાષા ત્રણેય સ્પર્ધાઓને ભારતભરમાંથી ખૂબ ઊષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો. અંગે જાગૃતિ ફેલાવવા આવા ઉપાયો અસરકારક નીવડી શકે. શ્રી હેમરાજ શાહે આ ત્રણે સ્પર્ધાના કેટલાક પસંદગીના નિબંધોને સંગૃહિત કરીને પુસ્તક રૂપે પ્રકાશતિ કર્યા છે. ભાષા એક લૌકિક બાબત છે. પણ, જ્યારે માણસની ભાષા વટલાય છે ત્યારે માણસ આખેઆખો વટલાઈ જવાની સંભાવનાઓ ઘેરી બને છે. તેનો વચનવ્યવહાર માત્ર નથી બદલાતો, સમગ્ર જીવન-વ્યવહાર બદલાય છે. માત્ર તેની જીભ અલગ બોલવાનું શીખે છે એવું નથી રહેતું. પણ, તેની આંખ જુદું જોવાનું, તેના કાન જુદું સાંભળવાનું અને તેની બુદ્ધિ જુદું વિચારવાનું શીખે છે. જે આધુનિક શિક્ષણ ઈશ્વરીય શ્રદ્ધાના પાયાને ડગમગાવી દેતું હોય, આસ્તિક્તાના રંગને ભૂંસી નાંખવાના સામર્થ્યવાળું હોય, મૂલ્યોનું અવમૂલ્યન કરનારું હોય, માત્ર માહિતી પ્રધાન અને રોજગારલક્ષી હોય, ઉમદા જીવનસિદ્ધાન્તોનો કે ઊચ્ચ જીવન-આદર્શોનો મહિમા જેમાં ન થતો હોય; એક જૈન મુનિ તરીકે તેની વકીલાત તો શું, લેશમાત્ર પક્ષપાત પણ દિલમાં નથી જ. પરંતુ, વર્તમાન જીવન-વ્યવસ્થાના અનિવાર્ય અંગ રૂપે તે સહુએ સ્વીકારેલું જ છે અને તેથી સહુ પોતાના સંતાનોને આ શિક્ષણ આપવાના જ છે માટે તેના માધ્યમની બાબતમાં થોડું દિશાસૂચન કર્યું છે અને અન્ય પણ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. દિલ દાઝે છે માતૃભાષા માટે. કારણકે દિલ દાઝે છે પવિત્ર સંસ્કૃતિ માટે. દિલ દાઝે છે નવી પેઢીની ધર્મચેતના માટે. સામે કિનારે ભવ્ય ધર્મ-પ્રાસાદ છે. પણ, પુલ તૂટું તૂટું થઈ રહ્યો છે. એ પ્રાસાદ સાથેના સંપર્કને ટકાવી રાખવા પુલ ટકી રહે તે ખૂબ જરૂરી છે. ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય ૧૦૩

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122