Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 105
________________ આજનું શિક્ષણ બાલમાનસ ઉપર વિપરીત અસરો પણ ઉપજાવી શકે છે. આવું શિક્ષણ બાળકનું સાચુકલું હિત કેટલું કરી શકે તે એક મોટો પ્રશ્ન છે. સાન્તાક્રુઝના એક સુખી પરિવારના બે સંતાનો સંયમ અને જણાએ શાળાનું પટાંગણ ક્યારેય જોયું નથી. શાળાના વર્ગની ચાર દિવાલોમાં પૂરાયા વગર ઘરે બેસીને આવશ્યક ભાષા, ગણિત આદિ વિષયોનું જ્ઞાન મેળવી લીધું. સાથે સાથે સિદ્ધહેમશબ્દાનુશાસન નામનું સંસ્કૃત વ્યાકરણ સંયમ ઘરે રહીને ભણ્યો. રઘુવંશ, કરાતાર્જુનીય, હીરસૌભાગ્ય, કાદંબરી અને તિલકમંજરી જેવા સંસ્કૃત કાવ્યગ્રન્થોનું તેણે અધ્યયન કર્યું. તદુપરાંત, પ્રાકૃત વ્યાકરણ, પ્રાકૃત સાહિત્ય, તત્ત્વજ્ઞાન અને ધર્મના અનેક ગ્રન્થોનો અભ્યાસ કર્યો. અત્યારે તે ન્યાય-દર્શનનો અભ્યાસ કરી રહ્યો છે અને, આ વર્ષે જ બન્ને ભાઈ-બહેને બહારથી દસમા ધોરણની પરીક્ષા આપી અને ઊચ્ચ ગુણાંક સાથે ઉર્તીણ થયા. તેવી જ વાત વરિષ્ઠ ગુજરાતી પત્રકાર શ્રી સંજય વોરાના સુપુત્ર વિતાનની છે. તેણે પણ શાળાના પગથિયાં ચડ્યા વિના દસમા ધોરણની પરીક્ષા પાસ કરી છે. આધુનિક શિક્ષણના ભયસ્થાનોથી પોતાના સંતાનોને બચાવી લેવા ઘણા મા-બાપ આજકાલ આવો વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. પણ, છતાં જ્યારે શિક્ષણને સહુએ અનિવાર્ય માની જ લીધું છે ત્યારે માધ્યમની બાબતમાં તો ખૂબ ગંભીર બનવું જ જોઈએ. આજે અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે. પણ તે કેઝ કોણે ઊભો કર્યો? ક્રેઝ ઊભો કરવો અને કેઝ બદલવો તે કઈ મોટી વાત છે? ટકુજીની વાડી કે અમદાવાદની વિશાલાના કૃત્રિમ ગામઠી વાતાવરણમાં બાજરીનો રોટલો-ખીચડી અને કઢી ખાવાનો ક્રેઝ જો શ્રીમંતો અને શહેરીજનો ઊભો કરી શકે, તો તેમને માટે આ કોઈ મોટી વાત નથી. ઉપલા વર્ગનું અનુકરણ કરવા નીચેનો વર્ગ હમેશા તત્પર જ હોય છે. | ગુજરાતી માધ્યમની સાથે બાળકનું અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ આવે તે માટે તે વિષય ઉપર ખાસ વિશેષ ધ્યાન આપીને બાળકોને અંગ્રેજીમાં પણ પાવરધા બનાવી શકાય. ગુજરાતી માધ્યમની શાળાઓ પણ ધીમે-ધીમે અંગ્રેજી માધ્યમની શાળામાં રૂપાંતરિત થતી જાય છે. તે શાળાના વહીવટદારો પરિસ્થિતિ સામે હાર સ્વીકારીને ગુજરાતી માધ્યમ બંધ કરવાને બદલે પડકાર ઝીલીને ગુજરાતી માધ્યમનું આકર્ષણ ટકી રહે તેવું સુયોગ્ય વાતાવરણ અને ઊંચી ગુણવત્તા પૂરી પાડે તો પારોઠનાં પગલાં ભરવા ન પડે. tee ભિવ્ય ભાષા : માતૃભાષા ૯૬

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122