Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 101
________________ કેટલાક વર્ષો પૂર્વે એક પ્રસંગ બન્યો. કમલ કિશોર સિંઘલ નામના એક યુવાનને સરકારી કચેરીમાં હિન્દી ભાષાના ટાઈપિસ્ટ તરીંકની નોકરી ન મળી કારણકે તેનું અંગ્રેજી નબળું હતું ! ન આપણા દેશમાં ડિફેન્સ અકાદમીની પરીક્ષામાં અંગ્રેજી ભાષા તો ફરજિયાત હોય છે, અન્ય વિષયોની પરીક્ષા પણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું ફરજિયાત છે. સુરક્ષાફોજ અને અંગ્રેજીને શું લેવા દેવા ? સૈનિક બનવા માટે બહાદુરી, નેતૃત્વ, શારીરિક ક્ષમતા, દેશદાઝ કે યુદ્ધ લડવાની આવડતની પરીક્ષા મહત્વની છે કે અંગ્રેજીની ? વૈદિકજીએ લખ્યું છે કે – મારા આંતરરાષ્ટ્રીય પરિપત્ર પર એક ડઝન જેટલા દેશોના સિક્કા લાગેલા છે, તેમાં માત્ર એક મારો પોતાનો ભારત દેશ જ એવો છે જેના સિક્કા તેની પોતાની ભાષામાં નથી. તેમણે લખ્યું છે : મેં અડધો ડઝન હવાઈ કંપનીઓમાં પ્રવાસ કર્યો છે, માત્ર એર-ઈંડિયાની જ વિમાન-પરિચારિકાઓ એવી હતી જે પોતાના દેશવાસીઓ સાથે પણ પરદેશી ભાષામાં વાતચીત કરતી હતી. તેમણે નોંધ્યું છે કે, મેં એશિયા, યુરોપ અને અમેરિકાના વિવિધ દેશોની મુલાકાત લીધી છે. તેમાંથી એક પણ દેશ એવો નહોતો કે જ્યાં સરકારી કામકાજમાં એ દેશની સ્થાનિક ભાષાનો ઉપયોગ ન થતો હોય ! આ પુસ્તકનાં પાને પાને લેખકની રાષ્ટ્રદાઝ અને ભાષાદાઝના તણખા ઝરે છે. અને આપણી ગુલામ મનોદશા માટેનો અત્યંત આક્રોશ ! કેલિફોર્નિયામાં ફિઝિશિયન અને સર્જન તરીકે તબીબી વ્યવસાય કરતા ડૉ. ફિરોઝ કાઝીએ ત્યાં બેસીને ગુજરાતી ભાષાના પ્રસાર અને સંરક્ષણ માટે ભેખ ધર્યો છે. ગુજરાતી ભાષાને બચાવી લેવા તે રીતસર ઝઝૂમે છે. ગુજરાત-મુંબઈના ગુજરાતીઓએ કેલિફોર્નિયાના ડૉ. ફિરોઝ કાઝી પાસેથી ભાષાગૌરવ અને માતૃભાષાપ્રેમની લાગણીઓ આયાત કરવા જેવી ખરી. અંગ્રેજી ભાષાને મોભા સાથે જોડી દઈને આપણે અકુદરતી મોભા માટે આપણા કુદરતી વ્યક્તિત્વને હાનિ પહોંચાડતા રહીએ છીએ. ટ્રેઈનમાં કેટલાય લોકો પોતાની બેગમાંથી ભવ્ય ભાષા : માતૃભાષા ૯૨

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122