________________
જાજરમાન પેઢી અને આવનારી આશાસ્પદ પેઢી – બન્ને પ્રત્યે અપરાધ તો નથી સેવી રહી
ને?
આશા પુરોહિતનું કાવ્ય ગુજરાતી પ્રજાની રુગ્ણ મનોદશાનું પ્રતિબિંબ ઝીલે છે: “થેંક્યુ ને વેલકમ ને સોરી, ઈટ્સ ઓ કે; હાવ ડુ યુ ડુ કહેનારને બોલો કોણ રોકે ?
ને મમ્મીને મોમ અને પપ્પાને પોપ, અને પપ્પાના પોપ સોંગ ગાવાના રોજ, કે, ડિઅર ને ડાર્લિંગમાં વાતો વ્હાલ, ને, ડિસ્કો ને ખિસ્કોમાં મળતો ક્યાં તાલ ?
વેલ અને વાઉ એમ કૂવા ને વાવ, ગુજરાતી પ્રજાને અંગ્રેજી તાવ.’’
આંતરરાષ્ટ્રીય રાજનીતિના વિષય ઉપર પીએચ.ડી.કરનાર ડૉ. વેદપ્રતાપ વૈદિકે વિશ્વના ૫૦ દેશોમાં પ્રવાસ કરેલો છે. અનેક ભાષાઓના તે જાણકાર છે. તેમની દૃઢ માન્યતા છે કે ભાષાગત આઝાદી વિના રાજનૈતિક આઝાદી અપૂર્ણ છે. તેમણે ‘‘હિન્દી લાવો, અંગ્રેજી હટાવો’’ નામના હિન્દી પુસ્તકમાં સ્વભાષાગૌરવના હેતુઓ અને અંગ્રેજીની ભ્રાન્તિઓ દૂર કરી છે. તેમના આ પુસ્તકની એક લાખથી વધુ નકલો વેચાઈ છે.
તેમણે લખ્યું છે : છેલ્લા ૨૦૦ વર્ષોથી આપણા વિશ્વવિદ્યાલયોમાં અંગ્રેજીનું સતત રટણ ચાલુ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ શેક્સપિયર, મિલ્ટન, વર્ડ્ઝવર્થ નથી પાડ્યો. ૨૦૦ વર્ષ નહિ, બે હજાર વર્ષે પણ ન પાકી શકે. શેક્સપિયર, કાલિદાસ કે તુલસીદાસ જેવા ગુલાબો પોતાની જમીન, પોતાની આબોહવા અને પોતાની ભાષામાં જ ખીલી શકે. જેને તમે વિશ્વભાષા માનો છો તેમાં કારકુનો અને અમલદારો જ પેદા થઈ શકે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, જો ભારતના વિદ્વાનો અંગ્રેજીને પ્રભાવશાળી વિશ્વભાષા માની તેના ભાર નીચે દબાયા ન હોત અને તેને અન્ય વિદેશી ભાષાની જેમ એક ઉપયોગી ભાષા માની શીખ્યા હોત તો કદાચ ભારતનું વધારે ભલું થાત.
ભવ્ય ભાષા : માતૃભાષા
ભવ્ય
૯૧