Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 98
________________ ન સ્વીકારી. “મારો દીકરો માતૃભાષા છોડીને ફ્રેન્ચ ભાષાને વાતચીતનું માધ્યમ બનાવે નહિ. અને, જો ફ્રેન્ચમાં વાતો કરતો હોય તો તે મારો દીકરો નહિ. મારો દીકરો માએ શીખવેલી ભાષાને ક્યારેય ભૂલે નહિ.” જો શક્ય બનતું હોય તો પેલી રશિયન માતા પાસેથી ભાષાગૌરવનાં થોડાં પડીકાં મંગાવીને તેનું મફત વિતરણ ગુજરાતની ગલીએ ગલીએ ગોઠવવા જેવું છે. આપણું ભાષા-ગૌરવતો કેટલી હદે ઘાત પામ્યું છે કે, ગુજરાતી ભાષાના જોડણીના નિયમો આપણને નડે છે. તે નિયમો અને નિયંત્રણોને હટાવી દેવાની ખૂબ હીલચાલો ચાલે છે. ખોટી જોડણી લખનારને તેમાં કાંઈ ખોટું પ્રતીત નથી થતું અને અંગ્રેજી ભાષામાં દરેક શબ્દનો સ્પેલિંગ સાચો જ લખવાનો આગ્રહ રખાય છે. અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ ગોખવા માટે બાળકોને મજબૂર કરવામાં આવે છે. સ્પેલિંગ ખોટો લખે તો પરીક્ષામાં માર્કસ પાય * કોઈ ભાષા આ પૃથ્વીતલ પર જન્મે છે. ઊછરે છે અને વિકસે છે – તેની પાછળ સમગ્ર પ્રજાની સેંકડો પેઢીઓનું પ્રચંડ યોગદાન હોય છે. સ્વયં અને સહજ કોઈ ભાષા ઊગતી નથી. હજારો લોકો ભાષાને પોતાના વચન વ્યવહારમાં ગૂંથે છે ત્યારે તે ભાષાનાં મૂળિયાં ઊંડા ઊતરે છે. ભાષાના શબ્દો, ત્રણેય કાળના, ત્રણેય પુરુષના, ત્રણેય જાતિના અને સાતેય વિભક્તિના વિવિધ પ્રયોગો લોકજીભે ચડીને દીર્ધાયુ પામે છે. રૂઢિપ્રયોગો અને કહેવતો લોકવાણીનું ફરજંદ છે. લોકકથાઓ અને લોકગીતો લોકના હૈયેથી પ્રગટી, લોકની જીભેથી પ્રસરી અને લોકના કાને ઝીલાઈને દાયકાઓ અને સૈકાઓ સુધી કાળના પંથ ઉપર પ્રવાસ કરતા ફરે છે. કેટલાક શબ્દો કદાચ શબ્દકોષનાં પાનાંઓ ઉપર નહિ નોંધાયા હોય છતાં લોકજીભે સચવાયા છે. ભગવસિંહજીએ અથાગ પરિશ્રમ કરીને લોકજીભે ફરતા આ શબ્દોને એકત્ર કરી ‘ભગવદ્ગોમંડલમાં સંગ્રહિત કર્યા. આ જ્ઞાનકોશમાં આઠ લાખથી વધુ શબ્દોનો ખજાનો છે. તેમાંથી પોણા ત્રણ લાખથી વધુ શબ્દો તો વિશેષ અર્થ અને સંદર્ભ સાથે મૂકવામાં આવ્યા છે. કમ્યુટરની શોધ નહોતી થઈ તે કાળમાં અનેક વિદ્વાનોને રોકીને ૨૬ વર્ષના સખત પરિશ્રમથી આ જ્ઞાનકોષ તૈયાર કરાવ્યો હતો. નૈરોબીમાં જન્મેલા અને પાછલી ઉંમરમાં લંડનમાં સ્થાયી થયેલા રતીલાલ ચંદરીયાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૨૦ વર્ષના સખત પરિશ્રમ બાદ ભવ્ય ભાષા : માતૃભાષા ૮૯

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122