Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 96
________________ એક મોટા ખેતરમાં કેટલાક હરણોને રાખવામાં આવ્યા. હરણો આ ખેતર છોડીને બીજા ખેતરમાં દોડીને ચાલ્યા ન જાય તે માટે તે ખેતરની ફરતે વાડ કરવામાં આવી. હરણો આખો દિવસ દોડાદોડ કરી ખેતરના આ છેડેથી પેલા છેડે જાય અને વાડ આવે એટલે અટકી જાય. આ રીતનો રોજનો ક્રમ. થોડા દિવસો બાદ ખેતરની વાડ કાઢી નાંખવામાં આવી. હરણો તે ખેતરમાં જ છે, પહેલાની જેમ જ દોડાદોડ કરે છે, આ છેડેથી પેલા છેડે જાય છે અને વાડનું સ્થાન આવે ત્યાં અટકી જાય છે. ખેતરમાં હવે વાડ નથી પણ ખેતરને તેમના માટે હવે વાડની જરૂર પણ નથી. કારણકે, તેમના મનમાં વાડ થઈ ગઈ છે. આ હરણો કદાચ આપણું જ પ્રતિનિધિત્વ નથી કરતા ને? જે પ્રજા પોતાના આત્મગૌરવ અને આત્મસન્માનને સ્વયં સર્વથા ગુમાવી બેસે તે તેની ખૂબ દરિદ્ર અવદશા ગણાય. કોઈ જાગીર લૂંટી લે તે દયાપાત્ર અવસ્થા છે. પણ કોઈ વ્યક્તિ પોતે પોતાની કિંમતી જાગીર બેદરકારીથી ખોઈ નાંખે તો તે વ્યક્તિ કડક ઠપકાપાત્ર છે અને ચિકિત્સાપાત્ર છે. અંગ્રેજી પરસ્ત આપણી પ્રજાને પોતાના ગૌરવ અને સન્માનની રક્ષા કાજે શીધ્ર કોઈ અકસીર ચિકિત્સાની જરૂર ભાસે છે. - પેપ્સી કે કોલા જીભને ગમે તેટલા ભાવી જાય તો પણ તેને પાણીનું સ્થાન ક્યારેય આપી ન શકાય. પાણી એ પાણી છે. પાણી એ જીવાદોરી છે. પેપ્સી કદાચ થોડીવાર પૂરતી તરસ મડાટશે. પરંતુ, કોઠાને ટાઢક જે પાણી આપી શકે તે બીજું કોઈ ન આપી શકે. પેપ્સી હાથ-પગ-મુખ ધોવામાં કામ લાગશે ? તેનાથી સ્નાન કરી શકશો ? તેનાથી કપડાં અને વાસણની શુદ્ધિ કરી શકાશે અને પેલી પેપ્સી કેટલાય દરદો નોંતરશે. પાણી તો ઔષધ છે, સંજીવની છે, અમૃત છે. માતૃભાષાને અવગણીને અંગ્રેજીની આરતી ઉતારવી એટલે પાણીના માટલાને ફોડીને પેપ્સીના બાટલાને રવાડે ચડવા જેવી ઘટના ગણી શકાય. માતૃભાષા માત્ર અભિવ્યક્તિ માટે જ ઉપયોગી નથી બનતી, એ તો આપણી ગૌરવવંતી સંસ્કૃતિને પોતાના પેટાળમાં સંઘરીને અને સાચવીને બેઠેલી તિજોરી છે. ગુણવંત શાહનું તારણ છે - સમગ્ર વિશ્વમાં પોતાની માતૃભાષા માટે ઓછામાં ઓછું ગૌરવ ગુજરાતી પ્રજાને છે. જે પહેલા અંગ્રેજીમાં લખો અને પુસ્તકો લખતા હતા, પરંતુ પછી આત્મગૌરવની ભાવના ઉજાગર થતા અંગ્રેજીમાં લખવાનું બંધ કર્યું અને પોતાની માતૃભાષામાં લખવાનું ભવ્ય ભાષા માતૃભાષણ

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122