Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 95
________________ જેણે પોતાની ભાષાનો અનાદર કર્યો છે, તે પોતાના દેશનું શું ભલું કરી શકશે ? મારું ચાલે તો ગુજરાતીની સાથે અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરનાર ગુજરાતીને છ મહિનાની કાળા પાણીની સજા કરું.” બ.ક.ઠાકોરે તેમની ભૂલ સ્વીકારીને ક્ષમા માંગી. ગાંધીજીની ઈચ્છા મુજબ આવો કાયદો જો ઘડાયો હોત તો અત્યારે આ દેશના દ્વિપ કારાવાસોમાં પુષ્કળ વસતિ હોત! glezalecane તાજેતરમાં જ ધંધાર્થે ચીનની મુલાકાતે જઈને આવેલા એક ભાઈએ પોતાના અનુભવની વાત કરી. વર્ષે ૩૦ હજાર કરોડનું ટર્નઓવર કરતી ચીની કંપનીના એક ઊચ્ચ અધિકારી સાથે તેમની રોજ મિટિંગ થતી. મિટિંગની સુગમતા માટે ઈન્ટરપ્રીટર (દુભાષિયા) ની ગોઠવણ કરેલી. તે અધિકારી સાથે થોડી નિકટતા થતા અહીંના પેલા ભારતીય વેપારીએ તેમને કહ્યું: “તમે વિશ્વભરના દેશોમાં પ્રવાસ કરી ચૂકેલા છો. તમને અંગ્રેજી બોલતા ન આવડે તેમ હું માની શકતો નથી. જો તમે અંગ્રેજી બોલી જ શકો છો તો તમે અમારી સાથે અંગ્રેજીમાં જ વાત કરો ને ! વચ્ચે આ ઈન્ટરપ્રીટરની જરૂર ક્યાં છે?” અને હસતા હસતા કહ્યું : “કરોડોની કિંમતનો મોટો સોદો કરવા અમે આવ્યા છીએ, તમે જાણો છો. જો તમે અમારી સાથે અંગ્રેજીમાં વાત કરશો તો જ અમે સોદો કરશું.” પેલા ચીની અધિકારીએ તરત જ પ્રત્યુત્તર વાળ્યો : ધંધો નહિ થાય તો કોઈ હરકત નથી. પરંતુ, ધંધા અને કમાણી ખાતર મારા રાષ્ટ્રગૌરવ અને આત્મસન્માનને હું ન વેચી શકું. હું અંગ્રેજી ભાષા જાણું છું. પરંતુ, મારા દેશની ભાષાના ગૌરવને તેના દ્વારા હણવાનો મને કોઈ અધિકાર નથી.” cક મસ્જિcess અંગ્રેજીમાં જ ભણવું, અંગ્રેજીમાં જ વાંચવું, અંગ્રેજી જ બોલવું, અંગ્રેજી જ સાંભળવું અને સમજવું, અંગ્રેજીમાં જ વાત કરવી અને અંગ્રેજી ન જાણનારને હીણા માનવા તે અંગ્રેજીની આસક્તિ નથી, અંગ્રેજીની ગુલામી છે. દેખીતી રીતે ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે દેશ આઝાદ થયો. પણ, ગુલામ માનસિક્તાના મૂળિયાં ખૂબ ઊંડા ને ઊંડા ઊતરતા જ જાય છે. ભવ્ય ભાષા માતૃભાષા ૮૬Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122