Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 97
________________ શરૂ કર્યું તે આફ્રિકી લેખક ન્યુગીવા ર્યોગો માને છે કે, અંગ્રેજી શીખવામાં કોઈ હરકત નથી. પરંતુ, પોતાની ભાષા છોડીને રોજિંદા વ્યવહારમાં વિદેશી ભાષાનો ઉપયોગ કરવો અને તેમાં ગર્વ અનુભવવો તે ગુલામ માનસિકતાનું લક્ષણ છે. વિદેશી ભાષા આપણી ઉપર સવાર થવાની સાથે વિદેશી સંસ્કૃતિ પણ આપણી ઉપર સવાર થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય માધ્યમ તરીકે અંગ્રેજી કોઈ ભલે શીખે પરંતુ તેને પોતાની ભાષાના વિકલ્પ તરીકે સ્થાન આપવું તે આપણી સમગ્ર ઐતિહાસિક એકતા, અનુભવ અને રાષ્ટ્રીય અસ્મિતાનો નિષેધ કરવા તુલ્ય છે. મદનકુમાર અંજારિયાએ પોતાના નિબંધમાં એક પ્રસંગ ટાંક્યો છે : યુદ્ધમાં જર્મની સામે ફ્રાન્સ હારી ગયું. કબજા હેઠળ આવેલા ફ્રાન્સના વિસ્તારોની શાળા-કોલેજોમાં ફ્રેન્ચને હટાવીને જર્મન ભાષા ઠોકી બેસાડવામાં આવી. એકવાર જર્મનીના રાણી કેસરઈન એક શાળાની મુલાકાતે ગયા. એક વિદ્યાર્થીની ચિત્રકૃતિ જોઈને રાણી પ્રસન્ન થયા. તેની પીઠ થાબડી અને તેની પ્રશંસા કરીને મનગમતી ભેટ માંગવા આમંત્રણ આપ્યું. પેલી બાલિકાએ કહ્યું: આપ જો ખરેખર ખુશ થયા હો અને મારી મનગમતી ચીજ મને આપવા માંગતા હો તો મને મારી ફ્રેન્ચ ભાષા પાછી આપો. આ નાનકડી બાલિકાની ભાષાગૌરવની લાગણીથી રાણી અત્યંત પ્રભાવિત થયા અને તેમણે શાળાઓમાં ફ્રેન્ચ ભાષા ભણાવવાનો આદેશ જાહેર કર્યો. | ગુજરાતી નવી પેઢીમાં આત્મગૌરવની આવી સંવેદના સૂતેલી અવસ્થામાં પણ જીવતી હોય તો તે ક્યારેક જાગવાની આશા જરૂર રાખી શકાય. કte ડેન્માર્કમાં ડેનિશ ભાષાના સ્થાને અંગ્રેજીમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ. શરૂઆત તો થઈ પણ તેની અસરોનો ખ્યાલ આવતા વાલીઓ ચિંતાતુર બન્યા. અંગ્રેજી માધ્યમનું આયુષ્ય ચાર વર્ષથી વધુ ન ટકી શક્યુ. ફરી ડેનિશ ભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થયું. | ગુજરાતી બાળકોના વાલીઓ ચિંતાતુર બને તેવું તે બાળકોનું સૌભાગ્ય ક્યારે ઊઘડશે ? “મારું દાધેસ્તાનપુસ્તકમાં તેના લેખકે એક પ્રસંગ નોંધ્યો છે : એક રશિયન માતાનો એક દીકરો ફાન્સ જઈને સ્થિર થયેલો. એકવાર તે માતાને કોઈએ કહ્યું કે – “તમારો દીકરો તો ત્યાં આખો દિવસ ફ્રેન્ચ ભાષામાં વાતચીત કરે છે. તે માતાએ તે વાત ૮૮ ભવ્ય ભાષા : માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122