Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 74
________________ ‘અન્નક્ષેત્ર’ અને ‘સદાવ્રત’ નું અંગ્રેજી શું થાય ? ટ્રેન, બસ, નાટક, સિનેમાની ટિકિટ એ રોજિંદા જીવન-વ્યવહારની બહુ સામાન્ય બાબત છે. તે ‘ટિકિટ' અંગ્રેજી શબ્દ છે. આપણી પરંપરાગત જીવન-વ્યવસ્થામાં આ પ્રકારની ચીજનું કોઈ પ્રયોજન નહોતું, અત્યારે આ અંગ્રેજી શબ્દને આપણે બિલકુલ પોતીકો બનાવી દીધો છે. ગુજરાતીમાં તેનો ચોક્કસ પર્યાય નહિ મળે. ‘ભદ્રંભદ્ર’માં ટિકિટ માટે ‘મૂલ્યપત્રિકા’ શબ્દ વપરાયો છે. તેવા જ પ્રકારના અર્થમાં ‘પાસ’ શબ્દ વપરાય છે. તે પણ અંગ્રેજી શબ્દ છે. તેને માટે ગુજરાતીમાં ‘પરવાનો’ કે રજાચિટ્ઠિ' પર્યાય ઉપલબ્ધ છે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજિયત જીવનના સર્વ ક્ષેત્રોમાં એટલી હદે પ્રવેશી ચૂક્યા કે ગણના કે માપ માટે પણ વિદેશી ધોરણો જ સ્વીકારી લીધા. તોલો, નવટાંક, અધોર, પાશેર, અધશેર, રતલ અને શેરથી માંડીને મણ કે ઘડી સુધીના વજનના માપ આજની પેઢીને જરાય ખ્યાલમાં નથી. પ્રસ્થ, આઢક, દ્રોણ, ખારી વગેરે તોલમાપ તો આજની જૂની પેઢી માટે પણ અજાણી બાબત હશે. આજે તો ગ્રામ અને કિલોગ્રામની પરિભાષા જ બધા સમજે છે. દૂધ લીટરમાં અને કપડું મીટરમાં ખરીદાય છે. ગજ અને વારના માપ ગયા. સૅન્ટિમીટર, ઇંચ, ફ્રૂટ અને મીટરના ધોરણ સ્વીકૃત બન્યા. કોશ-ગાઉના સ્થાને આજે કિલોમીટરનો એકમ જ વપરાય છે. Sve મિનિટ અને સેકન્ડનું ગુજરાતી શું થાય ? પાશ્ચાત્ય સંસ્કૃતિ અને અંગ્રેજી ભાષાના પ્રભાવથી તિથિનું ચલણ ઘટયું, તારીખનું વધ્યું, તેમ વાથી કદાચ સરળતા વધી પણ તિથિના સાથે જોડાયેલા તહેવારો, ધાર્મિક વિધિઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક મર્યાદાઓ, સામાજિક કે સાંસ્કૃતિક રિવાજો વગેરે બધાનો લોપ થયો. દિવાળીની દીપ જ્યોત ઝાંખી પડી અને ૩૧ ડીસેમ્બરની ઝાકઝમાળ વધારે ઉત્તેજક બની. બેસતા વર્ષની માંગલિકતાના બદલે ન્યૂ યરની ઔપચારિકતાનું મહત્વ વધ્યું. ભવ્ય ભાષા : માતૃભાષા ભવ્ય ૬૫

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122