Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 92
________________ સંત તુલસીદાસે રામચરિત માનસની રચના લોકભાષા અવધીમાં કરી. સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી મરાઠીમાં રચ્યું. એક સરેરાશ અંગ્રેજ કરતાં પણ મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું. તે છતાં પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી. માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે ! હિન્દુસ્તાન ટાઈમ્સમાં લંડનના એક વિદ્વાન પ્રાધ્યાપક ડૉ. વારવિક જેસ્સના સંશોધનનો એક અહેવાલ પ્રગટ થયો હતો. આ વિદ્વાનનું તારણ છે કે- યુરોપિયન ભાષાઓના ઉચ્ચારણમાં મુખના સર્વ અવયવો-સ્નાયુઓનો પર્યાપ્ત રીતે ઉપયોગ થતો નથી. તે જ રીતે લખતી વખતે પણ આંગળીઓનું વિવિધ રીતે પ્રવર્તન થતું નથી. સંસ્કૃત આધારિત ભાષાઓ અને દેવનાગરી લિપિની વિશેષ ખાસિયતને કારણે તે ભાષાઓના ઉચ્ચારણમાં મુખના સ્નાયુઓ અને લેખનમાં આંગળીઓને પૂરો વ્યાયામ મળે છે. ઉચ્ચારણ દ્વારા મુખના સ્નાયુઓને મળતા વિશેષ વ્યાયામને કારણે મસ્તિષ્કનો પણ સારો વિકાસ થાય છે. મેન્સર પ્રદેશના રાષ્ટ્રીય મસ્તિષ્ક સંશોધન કેન્દ્ર (National Brain Research Centre) ના નિષ્ણાતોએ ભારતીય લિપિના અધ્યયનથી મસ્તિષ્કમાં ઉત્પન્ન થતા પરિણામોના આધારે નિષ્કર્ષ કાઢ્યો છે કે, દેવનાગરી લિપિમાં વપરાતાં અમુક સ્વરવ્યંજનો ડાબેથી જમણે અને અમુક જમણેથી ડાબે લખાય છે. માત્રા વગેરે સ્વરચિહ્નો ઉપર-નીચે લખાય છે. તેથી વાંચતી વખતે અદ્ધગોળાકારે રહેલા મગજનાં ચારે દિશાના કોષો પૂર્ણ કાર્યશીલ થવાથી, અને બોલતી વખતે પણ તેની ઉચ્ચારની પદ્ધતિથી મસ્તિષ્કનો પૂર્ણ વિકાસ થાય છે. પરંતુ, અંગ્રેજી ભાષામાં મોટા ભાગના અક્ષરો ડાબેથી જમણે લખાય છે. તેથી મગજના વિકાસનો આ વિશેષ લાભ અંગ્રેજી ભાષામાં મળતો નથી. સંશોધક નંદિની ચેટરજીનો આ વિષયનો શોધલેખ Current Science નામના એક વિજ્ઞાન-મૅગેઝિનમાં પ્રગટ થયો છે. ઈન્ડિયા - ટુડે એ આ સંશોધનના સમાચાર પ્રગટ ર્યા હતા. ભવ્ય ભાષા માતૃભા ૮૩

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122