Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 90
________________ અસાધારણ કક્ષાની હતી. દીક્ષા પૂર્વે, આજથી આઠ દાયકા પહેલાં આજના સી.એ.ની સમકક્ષ ઈંગ્લેન્ડની જી.ડી.એ.ની પરીક્ષા તેમણે સપુરસ્કાર ઉર્જાણ કરી હતી. પણ, તેમણે પોતાનું શિક્ષણ તો માતૃભાષામાં જ લીધું હતું. પ્રૌઢ અંગ્રેજી ભાષામાં તે અમ્મલિત અને અસરકારક પ્રવચન કરી શકતા હતા. cક એક કચ્છ મગજના કમ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કપ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે. પછી, વિષયવસ્તુને સમજ્યા માટે મગજનો ઉપયોગ કરશે. તેથી મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે. મારું તો એવું માનવું છે કે, પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષાનો પાયો મજબૂત ર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક થાય અને પછી જ તે અંગ્રેજી ભાષા શીખે તો બીજા વિષયોની જેમ અંગ્રેજી ઉપર પણ તેનું ખૂબ પ્રભુત્વ આવે છે. | ગુજરાતી વ્યવસ્થાતંત્ર દ્વારા સંચાલિત મુંબઈની એક ખ્યાતનામ વાણિજ્યકોલેજમાં ગુજરાતી માધ્યમમાં એસ.એસ.સી. સુધી ભણીને આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી રહેતી. પરીક્ષાના પરિણામોમાં નોંધમાં આવ્યું કે, અંગ્રેજી વિષયમાં પણ અંગ્રેજી માધ્યમમાં શાળાનું શિક્ષણ લઈને આવેલા વિદ્યાર્થીઓ કરતાં ગુજરાતી માધ્યમમાં ભણીને આવેલા વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ સારું હતું. અંગ્રેજી વિષયમાં પ્રથમ પાંચ ક્રમાંકે ગુજરાતી માધ્યમવાળા જ હતા. કાવ્ય અને વાર્તામાં જ રસ માતૃભાષાવાળાને પડે છે અને તેમાંથી જીવનદષ્ટિ પામવાની સૂઝ જે તેમની પાસે હોય છે, તે બાબતોમાં અંગ્રેજી માધ્યમવાળા અત્યંત ઊણપ અનુભવે છે. બૌદ્ધિકતાની સાથે સર્જનાત્મક્તાનો વિકાસ પણ માતૃભાષામાં જે વધારે થાય છે. અમદાવાદ નગરની આંતરશાળા - વસ્તૃત્વ સ્પર્ધામાં તપોવન સંસ્કાર પીઠની શાળાનો ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી "Burning Problems of India” વિષય ઉપર અંગ્રેજી ભાષામાં ધારદાર વક્તવ્ય આપીને પ્રથમ ક્રમાંકે આવ્યો હતો. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ સ્માર્ટ બને છે, ખૂબ વિકાસ પામે છે, ભવ્ય ભાષા: માતૃભાષા ૮૧

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122