Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 89
________________ પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એજીન્યરિંગનાં વિષયમાં ૨૫ જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોકટરેટ કરેલું છે અને વિશ્વભરની ૩૩ જેટલી સંસ્થાઓની જે ફેલોશિષ ધરાવે છે તે વિખ્યાત વિજ્ઞાની ડૉ. રઘુનાથ મિશેલકરે તાજેતરમાં તા. ૨૬/૭/૨૦૧૧ ના દિવસે “વર્ચ્યુઅલ ક્લાસરૂમના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું મુંબઈની મ્યુનિસિપલ શાળામાં મારી માતૃભાષા મરાઠીમાં ભણ્યો હતો. તેથી જ હું ખૂબ પ્રગતિ સાધી શક્યો છું. જે વ્યક્તિને પોતાની માતૃભાષા માટે ગૌરવ નથી તેને તેના રાષ્ટ્ર માટે ગૌરવ નથી. અરૂણભાઈ ગાંધી તાતા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રતન તાતાના જમણા હાથ સમા અરૂણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કુલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો. અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લીધું હતું. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતીમાં ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે. ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. અંગ્રેજી માધ્યમ પાછળની આજની ગાંડી અને આંધળી દોટને કારણે પ્રાદેશિક ભાષામાં ભણનારની સંખ્યામાં જબ્બર કડાકો બોલાયા પછી પણ આજે પ્રતિવર્ષ જાહેર થતા ૧૦મા અને ૧૨મા ધોરણના પરિણામોના મેરિટ લીસ્ટમાં પ્રાદેશિક ભાષામાં ભણનારા વિદ્યાર્થીઓના નામ ખૂબ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને સીધો સંબંધ છે, તે સ્પષ્ટપણે પુરવાર થાય છે. અમારા પરમ તારક પૂ.ગુરુદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની બુદ્ધિપ્રતિભા ભવ્ય ભાષા માતૃભાષા ૮૦

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122