Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 87
________________ રસ લેતા થાય છે. પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમાં આવે છે. વાલીઓનો શિક્ષકો અને શાળા સાથે બંધાતો નાતો બાળકોના લાભ માટે થાય છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી ભણવામાં બાળાઓનો રસ અને ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ખૂબ ઘટાડો નોંધાયો * વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત બાળકમાં ખૂલે છે. * શ્રી પટ્ટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડૉ. કેરોલ બેન્સને ભારતની પણ વાત કરી છે. ભારતમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે. પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા-હિન્દી અને આંતરરાષ્ટ્રીયભાષા-અંગ્રેજી. જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવા વિદ્યાર્થીઓ ખૂબ તકલીફ અનુભવે છે. દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તેની માતૃભાષા તો ગુજરાતી છે. Pole je ogledalo World Declaration on Education For ALL૧૯૯૯લ્માં Jomtien દ્વારા રજૂ કરાયેલા પેપરમાં જણાવાયું હતું : Literacy in the mother tongue strengthens cultural identity and heritage. જૂન, ૨૦૦૭માં બાંગ્લાદેશના ઢાકામાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મળી હતી. આ કોન્ફરન્સમાં ૧૮ રાષ્ટ્રોના નિષ્ણાતો એકત્ર થયા હતા. આ કોન્ફરન્સનો ઉદ્દેશ માતૃભાષા અને માતૃભાષાના માધ્યમથી શિક્ષણ ઉપર વિશેષ ભાર મૂકવાનો હતો. તાઃ-૧૮ થી ૨૨ જૂન સુધી ચાલેલા આ વર્કશોપમાં માતૃભાષાના પ્રાથમિક શિક્ષણ દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. ek ek ગડ આપણા દેશની વિવિધ ક્ષેત્રની ઊચ્ચ પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચો. મોટેભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે. ૭૮, ભવ્ય ભાષાઃ માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122