Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 86
________________ વર્ષ તેને જર્મનીમાં થઈ ગયા. તે પછી તે એક ગંભીર માંદગીનો ભોગ બન્યો. તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. તેને સનેપાત જેવું થઈ ગયું હતું. ઊંઘમાં પણ ખૂબ બબડવા લાગ્યો. જાગ્રત અને સ્વસ્થ હોય ત્યારે જર્મન ભાષામાં વાત કરે તે બધું ડૉક્ટરને સમજાય. પણ ઊંઘમાં શું બબડે છે તે ડૉક્ટર સમજી નહોતા શકતા. ભારતથી તેનો ભાઈ તેની ખબર પૂછવા જર્મની ગયો. પોતાના ભાઈના ઊંઘનો બબડાટ તે તરત સમજવા લાગ્યો, કારણકે તે દરદી અજાગ્રત અવસ્થામાં પોતાની માતૃભાષા મરાઠી બોલતો હતો ! elegates EFA Global Monitoring Report - 2005 The Quality Imperative માટે સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડૉ. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો : “The importance of mother tongue-based schooling for educational quality”- તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ૧૯૭૦ થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો અને અભ્યાસોના સંદર્ભો પોતાના શોધલેખમાં ટાંક્યા છે. આ શોધલેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે. * માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી. પરંતુ, અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારા પરિણામો દેખાયા છે. * માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે. માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે. બંને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે. * વિદ્યાર્થી માતૃભાષામાં વર્ગની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અભિવ્યક્તિ ખૂલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે. પોતાના જ્ઞાન અને અનુભવને નિઃસંકોચ રજૂ કરવાની બાળકને તક મળે * દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે. * માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ ભવ્ય ભાષા માતૃભાષા ૭૭

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122