Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 88
________________ ગીતાંજલિ' કાવ્યસંગ્રહ માટે નોબલ પ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમર્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. ટાગોર તો કહેતા હતા કે, અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે તેમણે લખ્યું છે કે :નાનપણમાં બંગાળી શીખ્યો હતો માટે જ આખું ચિત્ત ગતિમાન થઈ શકે છે. શરૂઆતથી જ જો ચિત્તને ગતિમાન કરવાની તક ન મળે તો તેની ચલનશક્તિ મંદ પડી જાય છે. જ્યારે ચારે બાજુ ખૂબ-ખૂબ અંગ્રેજી ભણાવવાનો વાયરો વાતો’તો ત્યારે હિંમતપૂર્વક જેમણે અમને લાંબા વખત સુધી બંગાળી ભણાવવાની વ્યવસ્થા કરી તે મારા સેજ દાદા (ત્રીજા ભાઈ હેમેન્દ્રનાથ) ને હું કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું.” આ પ્રકારની કૃતજ્ઞતાની ભાવ-સંવેદનાનો મોકો મેળવવાનું સદ્ભાગ્ય આજના મોટાભાગના બાળકોને નથી સાંપડતું. - વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. આઈન્સ્ટાઈનના ગુરુત્વાકર્ષણ સિદ્ધાન્ત વિષે પીએચ.ડી. કરીને તાતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંશોધક તરીકે રહેલા ડૉ. પંકજ જોષીએ ભાવનગરમાં ગુજરાતી માધ્યમની શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. તેમણે ૫-૭ વર્ષની ઉમરે ગુજરાતીમાં વાલ્મિકી રામાયણના ગુર્જર અનુવાદના બે ભાગ ખૂબ રસ અને ઉત્કંઠાથી વાંચ્યા. તેનાથી ભાષા, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન તથા બ્રહ્માંડ વિષેના રસને ભારે પોષણ મળ્યું. ડૉ. પંકજ જોષીએ નવનીત-સમર્પણને આપેલી એક મુલાકાતમાં પોતાનો અનુભવ ટાંકીને જણાવ્યું હતું કે, શરૂઆતના ૫-૭ વર્ષ ગુજરાતી જ બોલતા, સમજતા અને વિચારતા બાળકને અભ્યાસની શરૂઆતમાં સીધા અંગ્રેજી માધ્યમમાં મૂકવાનો ખ્યાલ મને બરાબર લાગતો નથી. જો માતૃભાષાનું શિક્ષણ અને વાંચન બરાબર હોય તો દસેક વર્ષની ઉંમર પછી અંગ્રેજી અથવા બીજી કોઈ પણ ભાષા શીખી લેતા તેને વાર લાગતી નથી. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ વગેરે અનેક ખિતાબો, એવોર્ડસ અને ઈનામો ભવ્ય ભાષા: માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122