Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 75
________________ એક જુનવાણી ગુજરાતી પરિવારના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાએ કહ્યું “મને આશીર્વાદ આપો, આજે મારો બર્થ-ડે છે.” મેં પૂછ્યું: તારીખ પ્રમાણે કે તિથિ પ્રમાણે ? તેણે કહ્યું: તારીખ પ્રમાણે. મારી બર્થ-ડેટ ૧૧ ઓક્ટોબર છે. મેં કહ્યું: તિથિ પ્રમાણે ખ્યાલ છે ? છોકરાએ કહ્યું: હા, તિથિ પ્રમાણે ૩૦ તારીખે મારો બર્થ-ડે ગયો. એક છોકરાને પૂછેલું: તિથિનું અંગ્રેજી શું થાય ? “તારીખ” જવાબમાં તેણે ગુજરાતી શબ્દનો પ્રયોગ કર્યો, તેટલો સંતોષ માન્યો. કદાચ, કોઈ વિદ્યાર્થી માગસરનું અંગ્રેજી ડીસેમ્બર અને વૈશાખનું મે કરે તો નવાઈ ન પામતા. અમદાવાદમાં એક ભાઈએ પોતાના ઘરની વાત કરી. “દીવાનખાનામાં બેઠો હતો. મારા થર્ડ સ્ટાન્ડર્ડમાં ભણતા દીકરાને મેં કહ્યું જો તો અંદર કીચનમાં તારી મમ્મી શું કરે છે ? છોકરો અંદર જોઈને બોલ્યો : પપ્પા, મમ્મી લેડીઝ ફિંગર ટ કરે છે.” હું તેની વાત સાંભળી એકદમ ગભરાઇ ગયો. હાંફળો-ફાંફળો થયો.રસોડામાં જઈને જોયું તો મારી પત્ની ભીંડા સમારતી હતી. તરત મને વિચાર આવ્યો કે, બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂકીને મેં ગંભીર ભૂલ કરી છે. અંગ્રેજી ભાષા આપણી સંસ્કારિતા અને સંસ્કૃતિ સાથે મેચ થાય તેવી નથી. મેં બીજા જ દિવસે તેને તે સ્કૂલ છોડાવીને ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કર્યો અને મારી ભૂલ સુધારી લીધી. tઈtes ભવ્ય ભાષા માતૃભાષાPage Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122