Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 83
________________ માધ્યમ અને મગજનું સગપણ ‘“તમે બન્ને રોજ આ સમયે ક્યાં જાઓ છો ?'’ ‘‘મરાઠી ભાષાના વર્ગ ભરવા.’’ “કેમ ? તમારે મરાઠી શીખવાની શું જરૂર પડી ?’’ “અમે હમણાં એક બાળક દત્તક લીધું છે. તે બાળક મરાઠી દંપતિનું છે. તે બોલતા શીખશે ત્યારે મરાઠી બોલશે એટલે તેની સાથે વાત કરવા અમારે મરાઠી શીખી લેવું જરૂરી છે.’’ આ ટુચકાની રમૂજ માણી લીધા પછી ફરી આ વાત પર થોડો વિચાર કરીએ. ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટેભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભળાતી ભાષા ઉપરથી ભાષાને ઝીલવાની, સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળીસાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા ભવ્ય ભાષા : માતૃભાષા ७४

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122