Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 73
________________ સંબંધદર્શક, અધ્યાત્મદર્શી, પ્રાચીન કલા-કસબને લગતા કે પરમાત્મવાચક શબ્દોની બાબતમાં આપણો શબ્દભંડોળ ભલે ખૂબ સમૃદ્ધ હોય, પરંતુ કેટલીક બાબતમાં તે ખૂબ દરિદ્ર પણ છે. | મારા આત્મીય ગુરુબંધુ પંન્યાસ શ્રી ઉદયવલ્લભવિજયજી મહારાજે વર્તમાન શિક્ષણ-પદ્ધતિની સમાલોચના કરતું એક સુંદર પુસ્તક લખ્યું છે. શિક્ષણની સોનોગ્રાફી આ પુસ્તકમાં શિક્ષણના માધ્યમ વિષે પણ વિસ્તૃત ચર્ચા કરી છે. શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાને અપનાવીને આપણે નવી પેઢીને આપણા પરંપરાગત સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોથી કેટલી દૂર હડસેલી દઈએ છીએ, તેની ખૂબ અસરકારક રજૂઆત તેમણે કરી છે. ‘ભાષા નામે દર્પણ' નામના પ્રકરણમાં તેમણે હત્યા” વાચક ઘણા અંગ્રેજી . શબ્દોની યાદી મૂકી છે : મેટ્રિસાઈડ એટલે માતાની હત્યા. પેટ્રિસાઈડ એટલે પિતાની હત્યા. ફેપ્રિસાઈડ એટલે ભાઈની હત્યા. હોમિસાઈડ એટલે માનવહત્યા. રેજિસાઈડ એટલે રાજાની હત્યા. જેનોસાઈડ એટલે સંપૂર્ણ જાતિની હત્યા. સ્યુસાઈડ એટલે આત્મહત્યા. હજુ આ યાદીને ઘણી લંબાવી શકાય: મર્ડર એટલે ખૂન. કિલિંગ એટલે હત્યા. સ્લોટર એટલે કતલ. એસસિનેશન એટલે અંગત અદાવત કે રાજકીય હેતુથી કૂરતાપૂર્વક કરાતી હત્યા. એક્સટર્મિનેશન એટલે સંહાર કરવો. કાર્નેજ એટલે સમૂહહત્યા. મેસેકર એટલે નિર્દય હત્યાકાંડ. એબોર્શન એટલે ગર્ભહત્યા. મેડિકલ ટર્મિનેશન ઑફ મૅગ્નન્સિ એટલે ગર્ભપાત. હોટેલ, મોટેલ, રેસ્ટોરન્ટ વગેરે શબ્દો અંગ્રેજી ભાષાના છે. ભોજનશાળા, ભોજનાલય, વીશી જેવા શબ્દો આપણી ભાષામાં પ્રચલિત છે. પણ આ શબ્દો અંગ્રેજીના હોટેલ વગેરે શબ્દોના પર્યાય ન બની શકે. “ભોજનશાળા’ ની સાથે હોટલની જેમ ધંધાદારી અભિગમ, ફટાટોપ કે વાનગી-વૈવિધ્ય જોવા ન મળે. ત્યાં તો જોવા મળે – સગવડતા આપવાની ગણતરી, આતિથ્યની ભાવના અને આરોગ્ય તથા ભોજન સંબંધી ધાર્મિક અને નૈતિક મર્યાદાઓનું પાલન. ૬૪ ભવ્ય ભાષા માતૃભાષણ

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122