Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 72
________________ ગુજરાતી કહેવત : અંગ્રેજી : અંગ્રેજી : આંગળીથી નખ વેગળા તે વેગળા. ગુજરાતી કહેવત : Blood is thicker than water. અંગ્રેજી : સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો. Every dog has its day. ગુજરાતી કહેવત : ગરજ સરી કે વૈદ્ય વેરી. When cow is old, she is soon sold. એક વડીલ બીજાની ઈચ્છા, લાગણી, ભાવનાને અવગણીને પોતાનું ધાર્યું કરે અને પોતાની ઈચ્છા બીજા પર ઠોકી બેસાડે. તેમના ડાહ્યા ભત્રીજાએ તેમને પ્રેમથી સમજાવ્યા : કાકા, બધાના દિલ તૂટે તેવું ન કરો. બધાને સંતોષ થાય તે રીતે નિર્ણય લેવો જોઈએ. જ્યારે કોઈ આ રીતે સમજાવે ત્યારે તેના જવાબમાં તે કાયમ એક પ્રચલિત અંગ્રેજી વાક્ય સંભળાવી દેતા. You cannot please every-body. તેમનો ભત્રીજો તેમને ત્યારે કહેતો ! “કાકા, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નથી જીવતા. આપણું વલણ આપણી સંસ્કૃતિને શોભે તેવું જોઈએ.. આપે કહેલા અંગ્રેજી વાક્યની સામે આપણે ત્યાં એક સંસ્કૃત સૂક્તિ છે : ‘‘૩પાયે સતિ ર્તવ્ય સર્વેમાં ચિત્તરંઞનમ્ ।' શક્ય બને ત્યાં સુધી બધાના દિલ સાચવવા. ગુજરાતીમાં આપણે બોલીએ : વરસાદ મુશળધાર વરસે છે. અંગ્રેજીમાં બોલાશે : It's raining cats and dogs. કહેવાતો, રૂઢિપ્રયોગો અને ભાષાપ્રયોગોમાં સંસ્કૃતિ કેટલી વણાયેલી હોય છે, તે સ્વયં સ્પષ્ટ છે. માતૃભાષાથી વિમુખ થઈ અંગ્રેજી ભાષાના શરણે જનાર શું ગુમાવે છે અને શું મેળવે છે તે ખૂબ ગંભીરતાથી દરેકે વિચારવાની જરૂર છે. ભવ્ય ભવ્ય ભાષા : માતૃભાષા ૬૩

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122