Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 79
________________ “કીડીનાં નગરાં પૂરવાં” આ પ્રયોગનો અંગ્રેજી અનુવાદ કરી શકાશે ? સાથિયા કે સ્વસ્તિક માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ નથી. તોરણ અને માંડવો કે મંડપ આપણી સંસ્કૃતિનાં પ્રતિકો છે. તેની પાછળ આતિથ્ય સત્કાર અને માંગલિક ઉત્સવની શુભ ભાવના સમાયેલી છે. બેસતા વર્ષની બોણીનો આપણી સંસ્કૃતિમાં ખૂબ મહિમા છે. બોણી’ શુભ-લાભની આપણી સંસ્કૃતિનું અંગ છે. અંગ્રેજી ભાષા પાસે તેની કોઈ અભિવ્યક્તિ નથી. સંવતના સ્થાને સનનો મહિમા વધી જતા બોણીનો મહિમા દબાઈ ગયો. સાલમુબારક અને નૂતનવર્ષાભિનંદનનાં શુભેચ્છા-વચનો વીસરાવા લાગ્યા છે. લાપસીને અંગ્રેજીમાં શું કહેશો? દાળઢોકળીનું અંગ્રેજી શું કરશો? પૂરણપોળીનો કોઈ અંગ્રેજી-પર્યાય નથી. અંગ્રેજી ડિક્શનરીમાં લાડુ માટે સ્વીટ-બૉલ, રાઉન્ડ લમ્પ અને ગ્લોબ્યુલર માસ જેવા શબ્દો આપ્યા છે. પરંતુ, આ ત્રણમાંનો એકેય શબ્દ લાડુ” નું આબેહૂબ પ્રતિનિધિત્વ કરી શક્તો નથી. લાડુમાંથી ઘીની સોડમ પ્રસરે છે, ‘લાડુ શબ્દમાંથી આપણી સંસ્કૃતિની ! વાર-તહેવાર અને જમણવારના પ્રમુખસ્થાને લાડુ હોય. પૂજા અને પ્રસાદમાં પણ લાડુનું ખાસ સ્થાન. લાડુ શબ્દની સાથે બ્રાહ્મણ, તહેવાર, સમૂહ-જમણ, પ્રસાદ વગેરે ઘણું ઘણું યાદ આવે. ચૂરમાના, બુંદીના, મોતીચૂર, લાકડશી વગેરે અનેક પ્રકારના લાડુઓની જમાત સ્મૃતિપટ ઉપર ઉપસ્થિત થાય, બાજરીની કુલેર અને સૂંઠપીપરામૂળની લાડુડી-લાડવાના લઘુસ્વરૂપ. સુખડીનો કોઈ અંગ્રેજી પર્યાય નથી, ગોળપાપડી, તલસાંકળી, સીંગની ચીકી, કાજુની ચીકી, બદામની ચીકી, મમરાની ચીકી, ચણાની દાળની ચીકી વગેરે સુખડીની નાત અને પેટાનાત છે. આપણા ભોજનની રોજની વાનગી એટલે રોટલી, રોટલી માટે અંગ્રેજી પાસે કોઈ પોતીકો શબ્દ નથી. ભાવનગરના પ્રસિદ્ધ લોકકથાકાર સ્વ. શ્રી રામભાઈ કાગનો શિકાગોમાં કાર્યક્રમ હતો. તળપદી શૈલીમાં તેમણે દસ મિનિટ સુધી રોટલાનું વર્ણન કર્યું. સભામાંથી કોઈએ પૂછ્યું : વૉટ ઈઝ ધિસ “રોટલા” ? રામભાઈ ક્ષણવાર તો વિચારમાં પડી ગયા કે આ અંગ્રેજી પરણેલાઓને રોટલા માટે ક્યો શબ્દ આપવો! પણ ગઢવીને “સરસ્વતી-સપૂત” કહેવાય. તરત તેમને સૂઝી આવ્યું અને જવાબ આપી દીધો : "ફાધર ઓફ બિસ્કિટ.' - બિસ્કિટ, બ્રેડ, પિલ્ઝાકે બર્ગર માટે આપણો શબ્દકોષ કોઈ શબ્દ નહિ આપી ભવ્ય ભાષા: માતૃભાષા ૭૦Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122