Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 18
________________ તેમના બાળકો ઈંગ્લિશ મીડિયમમાં જ ભણે છે. કદાચ ગુજરાતીમાં ભણતા હોય તો પણ તે ગુજરાતી માધ્યમમાં નહીં, ગુજરાતી મીડિયમમાં ભણે છે. નિશાળ કે શાળામાં નથી ભણતા, સ્કૂલમાં ભણે છે. તે પછી ઉચ્ચ અભ્યાસ નથી કરતા, ફર્ધર સ્ટડી કરે છે. તે માટે તે મહાવિદ્યાલયમાં નથી જતા, કૉલેજમાં જાય છે. સ્કુલમાં પણ પ્રવેશ નથી મેળવતા, એડમિશન મેળવે છે. સ્કૂલમાં આચાર્ય નથી હોતા, હેડમાસ્ટર કે પ્રિન્સિપાલ હોય છે. તેમને શિક્ષક નથી ભણાવતા, ટીચર ભણાવે છે. તેમને ભણવાના વિષયો નથી હોતા, સક્કેક્ટસ હોય છે. તેમને સ્કૂલમાં વચ્ચે વિશ્રાન્તિનથી મળતી, રિસેસ મળે છે. તે માટે ઘંટ નથી વાગતો, બેલ વાગે છે. તે બેલ પટાવાળો નથી વગાડતો, ખૂન વગાડે છે. સ્કૂલમાં તેમને લવાજમ ભરવાનું નથી હોતું, ફી ભરવાની હોય છે. આ ફી કાર્યાલયમાં જઈને નથી ભરવાની, ઑફિસમાં જઈને ભરવાની હોય છે. ઑફિસમાં કારકુન અને ખજાનચી નથી હોતા, ક્લાર્ક અને શિઅર હોય છે. સ્કૂલમાં પણ તેમના ધોરણ નથી હોતા, સ્ટાન્ડર્ડ હોય છે. તે સ્ટાન્ડર્ડ પણ પહેલું, બીજું, ત્રીજું...નથી હોતા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ.. વગેરે હોય છે. દરેક સ્ટાન્ડર્ડમાં વર્ગ નથી હોતા, ક્લાસ હોય છે. તે ક્લાસ પણ અ-બ-ક-ડ નથી હોતા, એ-બી-સી-ડી...હોય છે. દરેક ક્લાસમાં શિક્ષક માટે ખુરશી અને મેજ નથી હોતા, ચેર અને ટેબલ હોય છે. ભણાવવા માટે કાળુ પાટિયું નથી હોતું, બ્લેકબોર્ડ હોય છે. ભણનાર વિદ્યાર્થી નથી હોતો, ટુડન્ટ હોય છે. વિદ્યાર્થી પાટલી પર નથી બેસતા, બેન્ચ પર બેસે છે. તેમને રવિવારે નહિ સન્ડે સ્કૂલ બંધ રહે છે. સ્કૂલ બંધ રહે તે રજા નથી હોતી, હોલી-ડે હોય છે. વર્ષમાં બે સત્ર નથી હોતા, ટર્મ હોય છે. વચ્ચે વચ્ચે તેમની કસોટી નથી લેવાતી, ટેસ્ટ લેવાય છે. વર્ષના અંતે તેમની પરીક્ષા નથી લેવાતી, એક્ઝામિનેશન લેવાય છે. આ એક્ઝામિનેશન વખતે તેમને બેઠક ક્રમાંક નથી મળતો, સીટ નંબર મળે છે. એક્ઝામિનેશન માટે તેમને અરજીપત્રક ભરવાનું નથી હોતું, ફોર્મ ભરવાનું હોય છે. તેમને પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં નથી જવાનું, એકઝામિનેશન હોલમાં જવાનું હોય છે. પરીક્ષા માટે વિદ્યાર્થી તૈયારી નથી કરતા, પ્રિપરેશન કરે છે. પરીક્ષા આપતા નથી, પરીક્ષામાં અપિઅર થાય છે. રજૂઆત નથી કરતા, પ્રેઝન્ટેશન કરે છે. ત્યાં ધ્યાન રાખવા નિરીક્ષક નથી આવતા, સુપરવાઈઝર આવે છે. પરીક્ષા માટે ભવ્ય ભાષા : માતૃભાષાPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122