Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 19
________________ વિદ્યાર્થીને પ્રશ્નપત્ર નથી મળતું, ક્વેશ્ચનપેપર મળે છે. તેના જવાબ તેમને ઉત્તરપત્રમાં લખવાના નથી હોતા, આન્સરશીટ કે આન્સર-પેપરમાં લખવાના હોય છે. આન્સરશીટ ઓછી પડે તો તેમને પૂરવણી માંગવાની નથી હોતી, સપ્લિમેન્ટરી માંગવાની હોય છે. તેમના ઉત્તરપત્ર પરીક્ષક પાસે નથી જતા, એક્ઝામિનર પાસે જાય છે. તે તપાસતા નથી, ચેક કરે છે. પછી તે ગુણાંક નથી આપતા, માર્ક્સ આપે છે. પરીક્ષાનું પરિણામ નથી આવતું, રિઝલ્ટ આવે છે. વિદ્યાર્થી ઉત્તીર્ણ નથી થતો, પાસ થાય છે. તે ક્રમાંક નથી મેળવતો, રેન્ક મેળવે છે. તેના ટકા નથી ગણાતા, પર્સન્ટેજ ગણાય છે. તેને ગુણાંકપત્ર નથી મળતું, માર્કશીટ મળે છે. સ્કૂલમાં તેની પ્રગતિનો અહેવાલ નોંધવા માટે પ્રગતિપત્રક નથી હોતું, પ્રોગ્રેસ કાર્ડ હોય છે. પરીક્ષા બાદ તેને છુટ્ટીની રજાઓ નથી મળતી, વેકેશન મળે છે. સ્કૂલ તરફથી તેને પ્રમાણપત્ર નથી મળતું, સર્ટિફિકેટ મળે છે. મહાવિદ્યાલયમાં પ્રવેશ ગુણવત્તા પર નથી મળતો, મેરિટ પર મળે છે. મેરિટ ન હોય તે અનુદાન આપીને પ્રવેશ નથી મેળવતા, ડોનેશન આપીને એડમિશન મેળવે છે. પ્રવેશ મેળવવામાં અનામત હિસ્સાને કારણે તેમને તકલીફ નથી પડતી, રિઝર્વેશન ક્વોટાને કારણે તકલીફ પડે છે. શાળા કે કૉલેજના ભણતરને અંતે તેમને પદવી કે ઉપાધિ નથી મળતી, ડિગ્રી મળે છે. તે ડિગ્રી સ્નાતકની કે પારંગતની નથી હોતી, બૅચલર કે માસ્ટરની હોય છે. મહાવિદ્યાલયમાં ભણવા માટે વિવિધ પ્રવાહો નથી હોતા, સ્ટ્રીમ્સ હોય છે. તે કલા-વાણિજ્ય-વિજ્ઞાનના પ્રવાહ નથી હોતા, આર્ટકોમર્સ-સાયન્સના હોય છે. દરેક પ્રવાહમાં વિવિધ શાખાઓ નથી હોતી, બ્રાચિઝ હોય છે. વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી આગળ વધીને ઈજનેર કે તબીબ નથી બનતો, એન્જિનિયર કે ડૉકટર બને છે. ભણીગણીને દરેક જણ પોતાની કારકિર્દી નથી બનાવતા, કરિઅર બનાવે છે. તે માટે કેટલાક પરદેશ નથી જતા, અબ્રૉડ જાય છે. શાળામાં વિદ્યાર્થીઓ ગણિત નથી ભણતા, મેથેમૅટિક્સ ભણે છે. ભાષા નથી ભણતા, લેગ્યેજ ભણે છે. ઈતિહાસ નથી ભણતા, હિસ્ટ્રી ભણે છે. ભૂગોળ નથી ભણતા, જ્યોગ્રોફી ભણે છે. વિજ્ઞાન નથી ભણતા, સાયન્સ ભણે છે. નાગરિકશાસ્ત્ર નથી ભણતા, સિવિક્સ ભણે છે. સમાજશાસ્ત્ર નથી ભણતા, સોશ્યલસ્ટડી ભણે છે. ભૌતિકશાસ્ત્ર નથી ઈિમ ૧૦ ભવ્ય ભાષા : માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122