Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 32
________________ પ્રાઈવેટ હોય છે. યાદદાસ્ત નબળી નથી પડતી, મેમરી લોસ થાય છે. કોઈ જાડું નથી હોતું, ફેંટ હોય છે. ગોરી ચામડી નથી હોતી, ફેર સ્કિન હોય છે. લોકો સહન નથી કરતા, ટૉલરેટ કરે છે. મુશ્કેલી નથી આવતી, ડિફિકલ્ટી આવે છે. તકલીફ નથી હોતી, ટ્રબલ હોય છે. હિંમત નથી કરતા ડેરિંગ કરે છે. મુશ્કેલીનો સામનો નથી કરતા, ફેસ કરે છે. જીવનમાં સંઘર્ષો નથી આવતા, સ્ટ્રગલ્સ આવે છે. તેની સામે તમારે લડવાનું નથી, ફાઈટ આપવાની છે. તે માટે તમારામાં લડાયક મિજાજ નહિ, ફાઈટિંગ સ્પિરિટ જોઈએ. તેમાં તમારે ધીરજ નહિ, પેશન્સ ટકાવવાની છે. તમારી સામે પડકાર નથી, ચૅલેન્જ છે. તમારે સ્વીકાર નથી કરવાનો એક્સેપ્ટ કરવાનું છે. સંમતિ નથી આપવાની, કન્સેન્ટ આપવાની છે. કોઈને વૈવિધ્ય પસંદ નથી, વેરાયટી પસંદ છે. વ્યક્તિત્વનો વિકાસ નથી કરવાનો, પર્સનાલિટી ડેવલપ કરવાની છે. તે માટે લોકો ચહેરો નહિ, ફેસ વ્યવસ્થિત રાખે છે. ટેવો અને શોખ નહિ પણ હેબિટ્સ અને હૉબિઝ સારા હોવા જોઈએ. કોઈ કોઈને પ્રેમ નથી કરતું, લવ કરે છે. બાળક માતાને વહાલું નથી, ડિયર છે. કોઈને પત્ની નથી હોતી, વાઇફ હોય છે. કોઈ પ્રામાણિક નથી હોતું, ઓનેસ્ટ હોય છે, કોઈ અપ્રમાણિક નથી હોતું, ડિસોનેસ્ટ હોય છે. કાંઈ શુદ્ધ નથી હોતું, પ્યોર હોય છે. કાંઈ ભેળસેળવાળું નથી હોતું, મિસ્ડ હોય છે. કોઈ ટૂંકમિજાજ નથી હોતું, શોર્ટ ટૅમ્પ હોય છે. કેટલાક ટૂંકી દષ્ટિવાળા નથી હોતા, શોર્ટે-સાઈટેડ હોય છે. કેટલાક સંકુચિત મનવાળા નથી હોતા, નૈરોમાઈન્ડેડ હોય છે. કેટલાક તટસ્થ નથી હોતા, ન્યુટ્રલ હોય છે. કોઈને પૂર્વગ્રહ નથી હોતો, ગ્રેજ્યુડાઈસ હોય છે. કેટલાક આળસુ નહિ, લેઝી હોય છે. કેટલાક ઉદ્યમી નહિ, હાર્ડવર્કિંગ હોય છે. કેટલાક ઈર્ષાળુ નહિ, જેલસ હોય છે. કેટલાક નમ્ર નહિ, ડાઉન ટુ અર્થ હોય છે. કેટલાક વિચક્ષણ નહિ, મુડ હોય છે. કેટલાક સ્વાર્થી નહિ, સેલ્ફિશ હોય છે. કેટલાક દોઢડાહ્યા નહિ, ઑવરવાઈઝ હોય છે. કેટલાક બડાઈ નથી હાંકતા, બોર્ડિંગ કરે છે. કેટલાક નિંદા નથી કરતા, લૂઝ ટોક કરે છે. ભૂલ નથી શોધતા, ફોલ્ટ શોધે છે. કોઇ કોઇને સમાંતર નથી હોતું, પેરલલ હોય છે. કોઈ કોઈનું ઉલ્લંઘન નથી કરતું, ઓવરટેક કરે છે. કોઈ કોઈની ઉપરવટ નથી જતું, ઓવરફુલ કરે છે. ક્યાંય કોઈ પ્રતિબંધ નથી કરતું, પ્રોહિબિટ કરે છે. દબાણ નથી કરતું, પ્રેશર કરે છે. ભવ્ય ભાષા માતૃભાષા ૨૩.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122