Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 49
________________ પહાડી અને ડુંગરાઓવાળા વિષમ અને દુર્ગમ દૂરના ગિરિસ્થળનો પ્રવાસ કરવા સામે કોઈ વાંધો ન હોઈ શકે, પણ જ્યારે ત્યાં નિવાસ કરવાનું ગાંડપણ ઊપડ્યું હોય ત્યારે ચેતવવાનો આ પ્રયાસ છે. ઋte le અંગ્રેજી ભાષામાં એક મોટી અગવડતા એ છે કે, તેમાં શબ્દો ખૂબ લાંબા હોય છે. ગુજરાતી શબ્દકોષમાં સરેરાશ શબ્દ ૩ થી ૪ અક્ષરનો ગણાય. છ અક્ષરનો શબ્દ શોધવો હોય તો આખો શબ્દકોષ ફેંદવો પડે. બે શબ્દોનો સમાસ થવાથી બનેલા સામાસિક શબ્દ કદાચ થોડા મોટા હોય. સ્વતંત્ર શબ્દનું કદ તો નાનું જ રહેવાનું. પરંતુ, અંગ્રેજી ભાષાની વાત જુદી છે. અંગ્રેજી શબ્દના કદની સરેરાશ ગુજરાતી કરતાં બમણાથી પણ વધારે હશે! કોઈ વસ્તુને નકામી ગણી લેવાની આદત માટે અંગ્રેજીમાં એક શબ્દ છે : ફલોસિનીનૌસિનીહિલીપિલીફિકેશન. તેનો સ્પેલિંગ ૨૯ અક્ષરનો છે : FLOCCINAUCINIHILIPILIFICATION એવો જ એક ૨૮ અક્ષરનો શબ્દ છે : ANTIDISESTABLISHMENTARIANISM એન્ટિડિસએસ્ટાબ્લિશમેન્ટારિયનીઝમ. ઈંગ્લેન્ડના દેવળના અપ-સ્થાપન (ઉત્થાપન)નો વિરોધ.. ૧૨-૧૫ અક્ષરના શબ્દો તો અંગ્રેજીમાં ભરપૂર મળે. બહુ સહજ છે કે, શબ્દનું કદ જેટલું મોટું તેટલી ભાષા વધારે કઠણ પડવાની જ. ક્યારેક કોઈક કઠીન શબ્દને યાદ રાખવા શિક્ષક યુક્તિ બતાવતા હોય છે. હત્યા-વાચક શબ્દ છે. એસસિનેશન. તેનો સ્પેલિંગ છે : Assassination. આ મોટો સ્પેલિંગ યાદ રાખવા શિક્ષક યુક્તિ બતાવે - ગધેડા પર ગધેડો. તેના પર હું અને તેના પર રાષ્ટ્ર. | News . ન્યૂઝ એટલે સમાચાર. જો કે સ્પેલિંગ નાનો છે. તેથી યાદ રાખવામાં તકલીફ ન પડે. છતાં યાદ રાખવા માટે યુક્તિ છે. ચાર દિશાના નામના પ્રથમ અક્ષરોને ortsl El. North, East, West, South. Synes omnes galegos I૪૦ | ૪૦ ભવ્ય ભાષા માતૃભાષાPage Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122