Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 69
________________ ઢીંચણિયું શબ્દનો અંગ્રેજી પર્યાય નહીં મળે, ડાઈનિંગ ટેબલ અને બુફે પદ્ધતિની આબોહવામાં ઊછરેલી આજની પેઢી માટે “ઢીંચણિયું સાવ અજાણ્યું છે. ‘ભુવા નું અંગ્રેજી શું ? ‘હોમ-હવનને અંગ્રેજીમાં શું કહેવાય ? “પુષ્ય નો અંગ્રેજી પર્યાય શું? ચિત્ત, અંતઃકરણ, પરબ્રહ્મ વગેરે શબ્દોનો અંગ્રેજી પર્યાય મળે ? 'કર્મ'નું આબેહૂબ અંગ્રેજી શું? સ્થિતપ્રજ્ઞ, સોહં અને પ્રશમ જેવી આધ્યાત્મિક અવસ્થા કે ગુણવૈભવને જે ધર્મસંસ્કૃતિમાં સ્થાન ન હોય, તેની ભાષામાં તે શબ્દો પણ શા માટે હોય ? પરમાત્માનું દર્શન’ seeing કે viewing શબ્દથી અભિવ્યક્ત ન થઈ શકે. જde tes ભગવાન માટે અંગ્રેજી શબ્દકોષ કેટલા શબ્દો પૂરા પાડી શકે ? ગોડ, ઓલ્માઈટી, લોર્ડ...બસ. આપણો શબ્દ ભંડોળ ઉઘાડો. ઈશ્વર, પરમેશ્વર, જગદીશ્વર, યોગીશ્વર, મહેશ્વર, વિશ્વેશ્વર, ભુવનેશ્વર, નાથ, વિશ્વનાથ, ત્રિલોકનાથ, જગન્નાથ, દીનાનાથ, પરમાત્મા, પ્રભુ, પ્રીતમ, પુરુષોત્તમ, પરમતારક, પરમબ્રહ્મ, દયાનિધિ, દયાસિંધુ, દીનદયાલ, દેવાધિદેવ, વિભુ, વિધાતા, વિશ્વભર, વીતરાગ, સચ્ચિદાનંદ, જંગલ્સર, જગતબંધુ, જગતાત, સ્વામી, સર્વજ્ઞ, ખુદા, હરિ, ભગવાન, લોકોત્તમ, અજરામર, અંતર્યામી, વિશ્વનાયક, પતિતપાવન, તરણતારણ, ગરીબનિવાજ, ખિજમતગાર, પરવરદિગાર, આ યાદી હજુ ઘણી લાંબી થઈ શકે. આ તો ઈશ્વરવાચક અથવા પ્રાર્થના આદિમાં ઈશ્વરને સંબોધન કરવા માટે વપરાતા શબ્દો થયા. કરુણાસાગર, કૃપાસાગર વગેરે વિશેષણોનો તો કોઈ પાર નથી અને અરિહંત, જિનેશ્વર, બુદ્ધ, શંકર, વિષ્ણુ વગેરે સાંપ્રદાયિક ઈશ્વરવાચક શબ્દો તો જૂદા. ભવ્ય ભાષા : માતૃભાષા So

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122