Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 57
________________ આવતી કાલે આપણો પ્રોગ્રામ સાડા આઠ વાગે સ્ટાર્ટ થઈ જશે. બધાએ પન્કર્ચ્યુઅલતા જાળવવાની છે. બીજો એક નમૂનો છે : તમે પરિસ્થિતિની સિરિયસતા સમજતા નથી. , હજુ ત્રીજો એક નમૂનો : ચીમનભાઈની આપણા સમાજમાં પોપ્યુલરતા ઘણી છે. બીજા કેટલાક નમૂના: એક સભામાં સંસ્થાના ટ્રસ્ટીવર્ય પોતાના સ્વાગત-પ્રવચનમાં બોલ્યા : “આ સંસ્થાના તમામ ઉદારદિલ ડોનેટરોનું હાર્દિક અભિવાદન કરું છું.” એક ભાઈ એક વિશાળ પ્રચારસભાનો અહેવાલ આપી રહ્યા હતા “વિશાળ મંડપમાં ઠેર ઠેર અનેક શૉટ-સર્કીટ ટી.વી. ગોઠવવામાં આવ્યા હતા....” તેમનો અહેવાલ સાંભળીને ત્યારે વિદ્યુ-આંચકો અનુભવ્યો. એક ભાઈએ પોતાની પેન ચેક કરવા કાગળ ઉપર પેનથી એક શબ્દ લખ્યો RAMA. તેમણે તેમના ઉપાસ્ય “રામ”નું નામ લખ્યું, તેમની પત્ની રમાનું નામ લખ્યું કે તેમના ઘરના નોકરને ઉદ્દેશીને સંબોધન લખ્યું? તે તો RAMA જાણે! - testos કેટલીક વાર કોઈ એક અભિવ્યક્તિ માટે એક જ વાક્યમાં એક જ અર્થના અંગ્રેજી અને ગુજરાતી બન્ને શબ્દોનો પ્રયોગ કેટલાક કરતા હોય છે : “ક્યારનો ટ્રાય કરું છું. પણ તેમનો ફોન આઉટ ઑફ કવરેજ એરિઆની બહાર આવે છે.” સોરી, ભૂલથી મિસ્ટેક થઈ ગઈ.” “સ્ટેજની પાછળનું બેકગ્રાઉન્ડ બહુ સારું છે.” “મારી આંખનાં આયડ્રોપ્સ ક્યાં છે?” “હું સીટિંગમાં બેસીને આવ્યો.” ભવ્ય ભાષા માતૃભાષા ૪૮

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122