Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 61
________________ * એક છોકરાને મેં પૂછ્યું. “તને ગુજરાતીમાં ૧ થી ૧૦૦ સુધીના આંકડા બોલતા આવડે ? તેણે હા પાડી. મેં પૂછ્યું. એકોત્તેરથી બોલ. તેણે શરૂછ્યું: ઈક્યોતેર, બિન્યોતેર, તિત્યોતેર, ચિત્યોતેર, પિંચ્યોતેર, છિન્યોતેર... * એક ધાર્મિક સમારંભમાં બધાને એક કૂપન આપવામાં આવી હતી. તે કૂપનમાં દરેકે તેમાં પૂછેલી પોતાની વિગતો ભરવાની હતી. તેમાં એક છોકરાએ નીચે મુજબ વિગતો લખી હતી. નામ : Harsh. સરનામું : Shah. અહીં કોઈ ભાષાની કે વ્યક્તિઓની ખોડખાંપણ કાઢવાનો ઈરાદો નથી. દરેક ભાષાનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. વતન ગુજરાત હોય, માતા-પિતાપરિવાર ગુજરાતી હોય, પરિવારનું વાતાવરણ ગુજરાતી હોય, જે સમાજ અને વર્તુળમાં રહેવાનું છે તે પણ ગુજરાતી હોય તેવા સંયોગોમાં અન્ય ભાષા તેના વાતાવરણને, મગજને, હૃદયને અને જીભને બહુ માફક નથી આવતી. છતાં, સામાન્ય વ્યવહારમાં પણ અંગ્રેજી ભાષાનો કે અંગ્રેજી શબ્દોનો પુષ્કળ ઉપયોગ કરવાની ઘેલછા ઊપડી છે, તેથી અહીં અંગ્રેજી ભાષાની મર્યાદાઓ તરફ ધ્યાન દોર્યું છે. આપણે એક ભાષાના અમુક ચોક્કસ બંધારણથી ટેવાયેલા છીએ તેથી તેનાથી અલગ પ્રકારના બંધારણવાળી ભાષા જલ્દી સહજ ન બને તે સહજ છે. અંગ્રેજી ભાષાની વિલક્ષણતાઓ કે વિચિત્રતાઓને કેટલાક જલ્દી પકડી શકતા નથી. તેથી તેમાં તકલીફ અનુભવે છે અને તે છતાં તે ભાષાનો ઉપયોગ કરવા લલચાય છે. ત્યારે બન્ને ભાષાનો અજાણતા પણ દ્રોહ કરી બેસે છે. પ૨ ભવ્ય ભાષા માતૃભાગPage Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122