Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 58
________________ “આ ઘી પ્યોર ચોખું છે.” “સડનલી એકાએક તેમની એન્ટ્રી થતા હું ડરી ગયો.” તમારા બંગલાની કમ્પાઉન્ડ-વૉલની દીવાલ ખૂબ ઊંચી છે.” કચ્છ અન્યના મુખેથી સાંભળેલા અંગ્રેજી શબ્દો કે પ્રયોગો સાંભળીને તેમાંથી ભળતું જ પકડીને કેટલાક બોલી નાખતા હોય છે. સાચો શબ્દ કે સાચો ઉચ્ચાર તેમને ખ્યાલમાં જ નથી હોતો. દા.ત. – મારા પપ્પાને એન્જિયોગ્રાફી કરાવી. બેનળીમાં બ્લોકેજ હતું. ડૉકટરના કહેવાથી સ્ટેન્ડ મુકાવ્યું. સ્ટેન્ડ શબ્દ ખોટો છે. સાચો શબ્દ stent (સ્ટેટ) છે. “ગરમી ઘણી છે. ખૂબ બફોકેશન થાય છે.” “શું થાય છે? સમજાયું નહિ.” “એ તો એમને ખૂબ સફારો થાય છે.” બાજુમાં બેઠેલા ભાઈએ મજાક કરી. અંગ્રેજી સફીકેશન અને ગુજરાતી બફારો” ની ખીચડી થઈ ગઈ ! આ વાતમાં એક અક્ષર મારા ઘરનો નથી. તેમણે જે કહ્યું તે ઈન્ટ ઈન્વાઈટેડ કોમામાં તમને કહું છું.” અવતરણ ચિહ માટે અંગ્રેજીમાં ઈન્ટ ઈન્વર્ટેડ કોમાં પ્રયોગ છે. પણ, સાંભળીને ભળતું પકડી લેવાથી આવી ગરબડ થતી હોય છે. એક વાર એક કાર્યકર્તા આગેવાને કાર્યકરોને સૂચના કરી. “આ બધા પેપરોનું ફાઈબરકેશન કરી નાંખો.” વિભાગીકરણ માટે અંગ્રેજીમાં બાઈફકેશન’ શબ્દ છે. tee કી નીચેના કેટલાક ઉદાહરણો વાંચો. * મને પેટમાં ખૂબ હેડેક છે. * આજે જ એક ભાઈ બોલ્યા: હું ૧૯૮૦માં ગ્રેજ્યુએશન થયો છું. મને વિચાર આવ્યો. તેમને ગ્રેજ્યુએટ થવાનું તો બાકી રહી ગયું! * એક ભાઈએ કહ્યું : પ્રેક્ટિકલી રીતે તો આ પ્રમાણે થવું જોઈએ.... ભવ્ય ભાષા માતૃભાષા ૪૯ ૪૯Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122