Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 35
________________ નથી હોતા, પ્રેક્ટિકલ હોય છે. તે ખરા નથી હોતા, સિન્સિઅર હોય છે. વન નથી હોતું, ફોરેસ્ટ હોય છે. મર્યાદા નથી હોતી, લિમિટ હોય છે. મર્યાદા રેખા નથી હોતી, ક્રીઝ હોય છે. તેઓ કચરાપેટી નથી રાખતા, ડસ્ટબીન રાખે છે. કાંઈ આશ્ચર્યજનક નથી હોતું, માર્જલસ હોય છે. ઊંચામાં ઊંચું કે ઉત્કૃષ્ટ નથી હોતું, હાઈએસ્ટ હોય છે. નીચામાં નીચું કે જઘન્ય નથી હોતું, લોએસ્ટ હોય છે. તેની રજૂઆત જોરદાર નહોતી, એક્સલન્ટ હતી. સદનસીબે તે આવી ગયો નહિ, ફૉર્મ્સનેટલી આવી ગયો. એકાએક કાંઈ નથી બનતું, સડનલી બને છે. હું અવશ્ય નહિ, ડેફિનેટલી આવીશ. બે વચ્ચે ફરક નથી, ડિફરન્સ છે. આ મારો અભિપ્રાય નથી, ઓપિનિયન છે. હું મુક્ત મને વાત નથી કરી શકતો, ફિલી વાત કરી શકું છું. તેમણે મને વિક્ષિમ નથી કર્યો, ડિસ્ટર્બ કર્યો છે. આ લેખનું અનુસંધાન પાછલા પાને નથી, કન્ટિન્યૂટી છે. હકીકતમાં આમ નથી, ઈફ્ટ આમ છે. તેમની પેઢી નથી, કંપની કે ફર્મ છે. તેનું સૂત્ર નહિ, સ્લોગન હોય છે. નિયમ નહિ, ફોર્મ્યુલા હોય છે. વ્યાખ્યા નહિ, ડેફિનેશન હોય છે. શબ્દકોષ નહિ, ડિકશનરી હોય છે. પ્રયોગશાળા નહિ, લૅબોરેટરી હોય છે. પુસ્તકાલય નહિ, લાયબ્રેરી હોય છે. સાર્વજનિક સ્થળ નથી હોતું, પબ્લિક પ્લેસ હોય છે. ૧૫ ઓગષ્ટ અડધી રાત્રે નહિ, ઍટ મિડનાઈટ; ભારતને નહિ, ઈન્ડિયાને સ્વતંત્રતા નહિ, ફ્રિડમ મળ્યું. તેમને છૂટ નથી મળતી, લિબર્ટી મળે છે. ૨૦૦લ્માં મંદી નહોતી, રિસેશન હતું, તેમનું વલણ કે અભિગમનહિં, ઍટિટ્યૂડ કે એપ્રોચ હોય છે. દેશમાં ક્રાન્તિનહિ, રિવોલ્યુશન આવ્યું, તપસ્વી ઉપવાસ નહિ, ફાસ્ટ કરે છે. તે થાકી નથી જતા, એકઝૉસ્ટ થાય છે. તેથી તે આરામ નથી કરતા, રેસ્ટ કરે છે. તેથી તેમની તબિયત નહિ, હેલ્થ સારી રહે છે. તેમની સમજશક્તિ નહિ, અન્ડરસ્ટેન્ડિંગ પાવર સારો છે. તેની ગ્રહણશક્તિ નહિ, ગ્રાસ્પિંગ સારું છે. તેની ક્ષમતા નહિ, કૅપેસિટી સારી છે. વાપરો અને ફેંકો ચીજ આ નથી, પણ આ“યુઝ એન્ડ થ્રો” ની ચીજ છે. તેથી તેને એક પ્રયોજ્ય નહિ, ડિસ્પોઝેબલ કહેવાય. આ વસ્તુ મૂળભૂત નથી, ઑરિજિનલ છે. તેનામાં સુધારો નહિ, ઈખુવર્મેન્ટ સારું છે. આ કાગળિયાં મંજૂર નહિ, પૂવ થયેલા છે. મેં ખરા હૃદયથી નહિ, હૉલ-હાર્ટેડલી તને સંમતિ આપી છે. થોડુંક જ કરો નહિ, પણ લેટ-ગો કરો. સિનેમાનો પ્રથમ પ્રયોગ નથી હોતો, પ્રિમિયર શો ભવ્ય ભાષાઃ માતૃભાષા ૨૬ ૨૬

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122