Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 40
________________ શ્રી સુરેશ દલાલે પોતાના એક લેખમાં પ્રસંગ ટાંક્યો છે : જ્ઞાનકોષના ઉદ્ઘાટન પ્રસંગે મુંબઈથી અમદાવાદ જઈ રહ્યો હતો. એક મિત્રએ પૂછ્યું: કેમ, અમદાવાદ ? જ્ઞાનકોષ માટે” એટલે ?” “એન્સાયકલોપીડિયા માટે.” “પહેલા જ આમ ગુજરાતીમાં બોલ્યા હોત તો..” Sezonsoles મગનભાઈ ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં જ જન્મેલા અને ત્યાં જ ઊછરીને મોટા થયા. મેટ્રિક ભણીને નજીકના શહેરની કોલેજમાં સાયકલ પર આવનજાવન કરીને થોડો કૉલેજનો અભ્યાસ કર્યો. નજીકના નાના શહેરની એક ગુજરાતી શાળામાં પી.ટી.ના શિક્ષક તરીકેની નોકરી મળી. એક વર્ગના બધા વિદ્યાર્થીઓને મેદાનમાં બોલાવીને આદેશ કર્યો. બધા છોકરા હાર કરી દો.” બધા વિદ્યાર્થીઓ એકબીજાની સામે જોઈ રહ્યા. કોઈ કાંઈ સમજતું નથી. ફરી શિક્ષકે મોટા અવાજે કહ્યું: “સાંભળતા નથી ? બધા છોકરા પાર કરી દો. હારહાર... હરોળ...” તો પણ કોઈ સમક્યું નહિ. શિક્ષકે પોતાના સ્મૃતિકોષમાંથી ત્રીજો શબ્દ કાઢ્યો. બધા છોકરા કતાર બનાવી દો.” એક વિદ્યાર્થીને થોડી સમજણ પડી. એટલે, શિક્ષકના વાક્યનું સરળ ગુજરાતી(!) કરીને કહ્યું : “સર કહે છે કે, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ.” testos Pભવ્ય ભાષા માતૃભાષણ ૩૧

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122