Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 42
________________ જામ' શબ્દનો આટલો છૂટથી ઉપયોગ કરનારને પૂછવું છે કે, જામ અંગ્રેજી ભાષાનો શબ્દ છે કે ગુજરાતીનો કteઈચ્છ ગુજરાતી પરિવારોમાં ગુજરાતી માધ્યમમાં ભણીને સ્નાતક બનેલી મમ્મી પોતાના કોન્વેન્ટ સ્કુલમાં કે.જી.માં ભણતા બાબા કે બેબીને નવડાવતી, ખવડાવતી કે ખખડાવતી વખતે જે ભાષા વાપરે છે, તે કાંઈક આવી હોય છે : શિ, તારા લેગ્સ કેટલા ડર્ટી છે ? ક્યાં પ્લે કરી આવ્યો ? પ્લીઝ, ગો ટુ બાથરૂમ, તારા હેલ્સ અને લેગ્સ ક્લીન કરી આવ. લર્ન કરવા બેસતો નથી અને પ્લે કરવા ચાલ્યો જાય છે! આફટર સેવનડેઝ તારી એક્ઝામ છે! લર્ન કર્યા વગર એક્ઝામમાં તું શું રાઈટ કરીશ ? જો, તેં પેલી પોએટ્રી, બાય હાર્ટ કરી છે ને ? તો ચાલ, એ પોએટ્રી બોલ. ચાલ, તું ગુડ બોય છે ને ? તો, બોલ. તને ટીચરે હોમવર્કમાં આવેલું પિફ્ટર ડ્રો કરી લીધું? ચાલ, ક્વીકલી રેડી થઈ જા. નહિ તો, તારી સ્કુલબસ મિસ થઈ જશે. જો પીન્ટ, કેમ શાઉટ કરે છે ? શાઉટ નહીં કરવાનું. નહિ તો લાયન ને કહી દઈશ.” ગુજરાતી પરિવારોમાં આવા વાર્તાલાપ બહુ સુલભ છે. ઘણા બધા ગુજરાતી શબ્દો અને ક્રિયાપદોનું સ્થાન હવે અંગ્રેજી શબ્દો અને ક્રિયાપદો લેવા લાગ્યા છે. પણ, તેમાં ગુજરાતીના કરવું ક્રિયાપદનું સૌભાગ્ય ખૂબ ઊઘડી ગયું છે. રીડ કરવું. લર્ન કરવું... પ્લે કરવું... કલીન કરવું. ઓપન કરવું...શટ કરવું... શાઉિટ કરવું. આઉટ કરવું...! ભવ્ય ભાષા માતૃભાષા ૩૩. - *

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122