Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 43
________________ ‘મારી સીસ્ટર બંગાળી તરજુમો સરસ કરે છે.’’ “બંગાળી સ્વીટ્સ તો મારી ખાસ ફેવરિટ છે. પણ, આ બંગાળી તરજુમો તો મેં ક્યારેય ખાધો નથી. મેં આ વાનગીનું નામ પણ પહેલીવાર સાંભળ્યું છે.’’ ‘‘મેં પણ તરજુ મો ક્યારેય ખાધો નથી. કારણકે, તરજુમો એ કોઈ વાનગી નથી, તરજુમો એટલે ટ્રાન્સલેશન,’’ ટ્રાન્સલેશન-વાચક ગુજરાતી ‘તરજુમા’નું પણ અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવું પડે ત્યારે તેનો અર્થ સમજાય, એટલી હદે અંગ્રેજી શબ્દો ગુજરાતી ભાષામાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે. આપણી સામે ધીસ ઈઝ ધ ચેલેન્જ. આપણે ડરી નથી જવાનું. એનિહાઉ, વી હેવ ટુ ફેસ ઈટ. માર્કેટમાં હમણાં અપ-ડાઉન ખૂબ રહે છે. તમે સર્વાઈવ થાઓ તો પણ યુ હેવ વન ધ બેટલ. સેટરડે-સન્ડે માર્કેટ ઑફ હોય, બાકી આપણે તો ઓન જ હોઈએ છીએ. ફેમિલીને સમય આપો અને રિલેશન્સ મેન્ટેઈન કરો. કોઈ ને કોઈ ફંક્શન અટેન્ડ કરવાના હોય. જુઓને, આ કમિંગ સેટરડે, મારા બ્રધર ઈન લૉની મેરેજ એનિવર્સરી છે. તેના મેરેજને ટેન ચર્સ કમ્પલિટ થયા. તમે જ કહો, પાર્ટી અટેન્ડ ન કરીએ તો ચાલે ? આવા ગુજલિશ ભાષાના વાર્તાલાપોથી હવે કાન ખૂબ ટેવાઈ ગયા છે. આવા વાર્તાલાપોમાં ગુજરાતી શબ્દોને વીણીને શોધવા પડે. Discove આજની મમ્મી તેના બાળકને વાર્તા કે કથા તો કહેતી જ નથી. કદાચ કહે તો સ્ટોરી કહે. ગુજરાતી મમ્મી તેના કોન્વેન્ટિયા બાળકને ગુજરાતીમાં સ્ટોરી આ રીતે માડે: એક વિલેજમાં એક સ્મોલ બોય હતો. તેના ડેડી ઑફ થઈ ગયા હતા. તેની મોમ બહુ પુઅર હતી. દિવાલીનો ફેસ્ટિવલ હતો. સ્ટ્રીટમાં બધા ચિલ્ડ્રન પ્લે કરતા હતા. તેમાંથી ભવ્ય ભાષા : માતૃભાષા ૩૪

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122