Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 46
________________ એક ગુજરાતી કવિની પંક્તિઓ ભાષાના સંદર્ભમાં દરેક ગુજરાતીએ ખાસ મમળાવવા જેવી છે. કોકના તે વેણને વીણી વીણીને વીરા, ઉછી-ઉધાર ન કરીએ; હૈયે ઊગે એવી હૈયાની વાતને, ફૂલ જેમ ફોરમતી કરીએ ! કોયલ તો કોઈનો ટહુકો ન માગે, ને મોરલો કોઈની કેકા; માનવીનું કાળજું આ કેવું ઘડ્યું, પીડ પોતાની, પારકાં લહેકાં! રૂડારૂપાળા સઢ કો'કના શું કામના ? પોતાને તુંબડે તરીએ! ઉછી-ઉધાર ન કરીએ... “માતૃભાષા અને રાષ્ટ્રભાષા એ આપણી બે આંખો છે. તમારે જો ત્રિનેત્ર બનવું હોય તો સંસ્કૃત ભણવું પડે. પછી પણ તમે બીજી ભાષાઓના ચશ્મા પહેરી શકો. ટૂંકમાં આંખનું સ્થાન ચમા ન જ લઈ શકે. આંખ દ્વારા જે દષ્ટિ મળી છે તેમાં ઉમેરો કરવા જરૂર ચશ્મા વાપરી શકાય, પરંતુ આંખના ભોગે ચશ્માનું જતન ન કરી શકાય.” | વિનોબા ભાવેના ઉપરોક્ત વિધાનો વાંચ્યા પછી એ કબૂલાત કરવાની આપણી હિંમત ચાલશે, કે. “આપણે ગુજરાતીઓ આંખની નિકાસ કરીને ચશ્માની આયાત કરી રહ્યા છીએ ? Salle de ses ભવ્ય ભાષા માતૃભાષાPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122