Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 44
________________ એક બોયે કહ્યું: મારી મોમ આજે શ્રીખંડ બનાવવાની છે. બીજાએ કહ્યું: મારી મોમ ફુટસલાડ બનાવશે. થર્ડ બોયે કહ્યું: મારી મમ્મી આજે પુડિંગ બનાવશે. ફોર્થ બોય ટોલ્ડઃ મારી મમ્મી આજે દૂધપાક કૂક કરશે. તે પુઅર બોય કાંઈ બોલી ન શક્યો. હી કેમ એટ હોમ અને શાઉટેડ: મોમ, મારે દૂધપાક જોઈએ. દૂધપાક બનાવી આપ. તે પુઅર મોમ કેવી રીતે બનાવી આપે ? બલ્બ, સની, મોમ-ડેડી પાસે કોઈ પણ થીન્ગની ડિમાન્ડ ન કરાય. પછી, તેની મોમ નેબર્સ પાસેથી મિલ્ક, સુગર, રાઈસ માંગી લાવી. તેમાંથી દૂધપાક કૂક ર્યો. તે દૂધપાક તેને બાઉલમાં ઈટ કરવા આપ્યો. પછી તેની મોમ સમ વર્ક માટે આઉટસાઈડ ગઈ. બાય ધ ટાઈમ, એક મોન્ક લંચ લેવા માટે નીકળેલા હતા. તે આ બોયે જોયા. તેણે મને પોતાના ઘરે ઈન્વાઈટ ક્યઅને દૂધપાક લેવા રિક્વેસ્ટ કરી. પોતાના બાઉલમાંથી ટોટલ દૂધપાક તેણે મોન્કના પોટમાં આપી દીધો. હી એન્જોય... ધીસ ગિવિંગ. બિકોઝ ઓફ ધિસ દૂધપાક-ગિવિંગ, નેકસ્ટ બર્થમાં વેરિ રિચ ફેમિલિમાં તેનો બર્થ થયો. અમે એક ઉપાશ્રયમાં ઊતરેલા હતા. ઉપાશ્રયની બાજુમાં જ એક નાનું મકાન હતું. તેમાં બધા જ ગુજરાતીનાં ઘર હતા. એકવાર રાત્રે સાડાબાર વાગે ઝઘડાનો ખૂબ અવાજ આવવાથી અમે જાગી ગયા. તે મકાનના એક ગુજરાતી ઘરમાં આ ઝઘડો ચાલતો હતો. નવાઈની (અને, દુઃખની વાત એ હતી કે, આખો ઝઘડો અંગ્રેજીમાં ચાલતો હતો. કોઈ ઝગડે તે પણ ન જ ગમે. અને, અંગ્રેજીમાં ઝગડતા હતા તે તો બિલકુલ ન ગમ્યું. ઝગડાની, ગુસ્સાની, રૂદનની, વિચારની કે કોઈપણ એવી તીવ્ર લાગણીની અભિવ્યક્તિ પણ અંગ્રેજીમાં થવા માંડે તો હવે ગુજરાતી ભાષાનું ભવિષ્ય કેટલું ગણવું? શ્ses Pભવ્ય ભાષા માતૃભાષણ ૩૫

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122