Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 36
________________ હોય છે. તમે સીધા કે પાંસરા નહિ, ડાયરેક્ટ ઘરે આવજો. તે સૂચનાનું પાટિયું નથી, નોટીસ બોર્ડ છે. તમે આ લખી લો નહિ, નોટ ડાઉન કરી લો. તે રોજ આવ-જા નથી કરતો, ડેઈલી અપ-ડાઉન કરે છે. તે સારી રીતે ગોઠવાયેલો નથી, વેલ-સેટલ્ડ છે. તેના જીવનમાં પરિવર્તન નહિ, ટર્નિંગ આવ્યું. તેનાથી ભૂલ નહિ, મિસ્ટેક થઈ. તે છોકરો તોફાન નહિ, મિચિફ બહુ કરે છે. ખ્રિસ્તીઓની નહિ, ક્રિશ્ચિયનોની; વટાળ ઝૂંબેશ નહિ, કન્વર્ઝન મિશન જોરથી ચાલે છે. તે વટલાઈ ગયો નહિ, કન્વર્ટ થઈ ગયો. તેણે દિશા બદલી નહિ, ડાઈવર્ટ થઈ ગયો. તે આડરસ્તો નહિ, ડાઈવર્ઝન છે. વાતનો નિષ્કર્ષ નહિ, કન્ફ્યુઝન આ હતું, વાતનો સાર નહિ, સમરી આ હતી. વાતનો ભાવાર્થ નહિ, ક્રમ્સ ઓફ ધ મેટર આ હતી. તેણે ટાળ્યું નહિ, ઍવોઈડ કર્યું. તે આવેશમાં ન આવ્યો, એકસાઈટ થયો. તેણે પૂરું ન પાડયું, પ્રોવાઈડ કર્યું. તેણે ભાગલા ન પાડયા, ડિવાઈડ કર્યા. તેનો આત્મવિશ્વાસ નહિ, સેલ્ફ કોન્ફિડન્સ ઘણો છે. કુલ સંખ્યા નહિ, ટોટલ ફિંગર ગણે છે. તેમાં ફેરફાર નહિ, ચેન્જ; શક્ય નહિ, પૉસિબલ છે. બજાર સાનુકૂળ નહિ, ફેવરેબલ છે. તે લવચીક નથી, ફ્લેક્સીબલ છે. તેમને ત્યાં મહેમાન નથી આવતા, ગેસ્ટ આવે છે. દુગ્ધાલય નહિ, ડેરી હોય છે. તેમણે અમસ્તો નહિ, જસ્ટ ફોન કર્યો. તેમ કરવું તેમને માટે અનિવાર્ય નહિ, મસ્ટ હતું. તેમ તે પુરવાર કરવા નહિ, પ્રૂવ કરવા માંગતા હતા. વૈજ્ઞાનિકે નવું સંશોધન નહિ, રિસર્ચ કર્યું છે. આશરે નહિ, ઍપ્રોક્સિમેટલી કેટલા વાગે આવશે ? આ લોકો પહેરણ નથી પહેરતા, શર્ટ પહેરે છે. પાટલૂન નથી પહેરતા, પેન્ટ પહેરે છે. પેન્ટ પર પટ્ટો નથી બાંધતા, બેલ્ટ બાંધે છે. આંગળીમાં વીંટી નથી પહેરતા, રિંગ પહેરે છે. ગળામાં હાર નથી પહેરતા, નૅકલેસ પહેરે છે. કાંડે ઘડીયાળ નથી બાંધતા, રિસ્ટવોચ બાંધે છે. પગમાં પગરખાં નથી પહેરતાં, શૂઝ પહેરે છે. પગમાં મોજાં નથી પહેરતાં, સૉક્સ પહેરે છે. તેઓ સુતરાઉ નહિ, કૉટન; રેશમી નહિ, સિલ્ક; ઝાંખાં નહિ, લાઈટ કલરનાં; ઘાટ્ટાં નહિ, ડાર્ક કલરનાં; ચોકડીવાળાં નહિ, ચેક્સવાળાં લીટીવાળાં નહિ, લાઈનિંગવાળાં; ઉનનાં નહિ, વુલન કપડાં પહેરે છે. ભવ્ય ભાષા ઃ માતૃભાષા ૨૭

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122