Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 34
________________ તેઓ સુખી નથી હોતા, હૈપી હોય છે. તેઓ સુખદુઃખ વહેંચતા નથી, શેઅર કરે છે. તેઓ આતુર નથી હોતા, ઈગર હોય છે. તે લોકો રાહ નથી જોતા, વેઈટ કરે છે. તેમને તક નથી મળતી, ચાન્સ કે ઓપર્ચ્યુનિટી મળે છે. કોઈ વસ્તુની અછત નથી હોતી, શોર્ટેજ હોય છે. કેટલાક લોકો વ્યાવસાયિક નથી હોતા, પ્રોફેશનલ હોય છે. ધંધાદારી નથી હોતા, કોમર્શિયલ હોય છે. કેટલુંક પ્રાકૃતિક નથી હોતું, નેચરલ હોય છે. કૃત્રિમ નથી હોતું, આર્ટિફિશ્યલ હોય છે. કોઈ બાબત સામાજિક નથી હોતી, સોશ્યલ હોય છે. કોઈ બાબત ધાર્મિક નથી હોતી, રિલિજિયસ હોય છે. તેમને સંસ્કૃતિ નહિ, કલ્ચર અને સભ્યતા નહિ, સિવિલાઈઝેશન હોય છે. તે સભ્ય નથી હોતા, મેમ્બર હોય છે. તેઓ કાંઇ ગિરવી નથી મૂકતા, મોર્ગેજ મૂકે છે. તેમનો કોઈ સુઝાવ નથી હોતા, આઇડિયા હોય છે. તેમના કોઈ આદર્શો નહિ, આઇકન હોય છે. તે ચીડાતા નથી, ઇરિટેટ થાય છે. તે ચીડવતો નથી, ટીઝ કરે છે. માહિતીના સ્રોત નથી હોતા, સોર્સ હોય છે. પાણી પ્રવાહી નથી, લિક્વિડ છે. પથ્થર નઝર નથી, સૉલિડ છે. આ તેનું વિધાન નથી, સ્ટેટમેન્ટ છે. તેમને સમસ્યા અને સમાધાન નથી હોતા, પ્રૉબ્લેમ અને સોલ્યુશન હોય છે. પ્રશ્ન અને જવાબ નથી હોતા, કવેશ્ચન એન્ડ આન્સર હોય છે. હા - ના નથી હોતા, યસ –નો હોય છે. તેમનું વલણ હકારાત્મક કે નકારાત્મક નથી હોતું, પોઝિટિવ કે નેગેટિવ હોય છે. તેઓ વિનંતી નથી કરતા, રિક્વેસ્ટ કરે છે. “મહેરબાની કરીને નહીં, પ્લીઝ. તેઓ સાદા નથી, સિમ્પલ છે કારણ કે તેમને સાદગી નહિ, સિપ્લીસિટી ગમે છે. તેઓ આભાર નથી માનતા, બૅન્કસ કહે છે. તેમને સંતાન નથી હોતા, ઈસ્યુ હોય છે. બાળકની પ્રસૂતિ નથી થતી, ડિલિવરી થાય છે. નિરીક્ષણ નથી કરતા, ઑક્ઝર્વેશન કરે છે. તે નિયમ નથી પાળતા, રુલ્સ પાળે છે. તે નિયમિત નથી, રેગ્યુલર છે. સભાગૃહ હકડેઠઠ નથી, હાઉસફુલ છે. ટોળું નથી હોતું, કાઉડ હોય છે. તે સમયસાવધ નથી, પંડ્યુઅલ છે. સરકારની કચેરી નથી હોતી, ઑક્સિ હોય છે. તેમાં વિભાગ નથી હોતા, ડિપાર્ટમેન્ટ હોય છે. તેઓ આવેદનપત્ર નથી આપતા, મેમોરેન્ડમ આપે છે. તેમના પ્રતિનિધિ નથી હોતા, રિપ્રેઝન્ટેટિવ હોય છે. તેઓ સંશોધન નથી કરતા, રિસર્ચ કરે છે. તેઓ વ્યવહારું ભવ્ય ભાષા માતૃભાષા ૨૫Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122