Book Title: Bhavya Bhasha Matrubhasha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 33
________________ આગ્રહ નથી કરતું, ઇન્સિસ્ટ કરે છે. ગણના નથી કરતા, કાઉન્ટિંગ કરે છે. ગણતરી નથી માંડતા, કૈંક્યુલેશન કરે છે. લોકો પ્રયત્ન નથી કરતા, ટ્રાય કરે છે. સંતોષ કે અસંતોષ નથી થતો, સેટિફેકશન કે ડિસૅટિફેક્શન થાય છે. તેઓ મહત્વ નથી આપતા, ઈમ્પોર્ટન્સ આપે છે. જશ નથી આપતા, ક્રેડિટ આપે છે. અગ્રતા નથી આપતા, પ્રાયોરિટી આપે છે. તેમને સમૃદ્ધિ નથી વધતી, પ્રોસ્પરિટી વધે છે. ધંધામાં વૃદ્ધિ નથી કરતા, ઍસ્પાન કરે છે. તારને આગળ નથી ખેંચતા, તેનું એસ્ટેન્શન કરે છે. વિમાનમથકે હું તેમને તેડવા નહિ, રિસીવ કરવા જવાનો છું. વિમાનમથકથી વિમાન નથી ઊડતાં, એરોડ્રોમ કે ઍરપૉર્ટથી એરોપ્લેન ઊડે છે. સહારા વિમાનમથક આંતરરાષ્ટ્રીય નથી, ઇન્ટરનેશનલ છે. સેના નથી હોતી, આર્મિ હોય છે. સૈનિક નથી હોતો, સોલ્જર હોય છે. સેના સંરક્ષણ નથી કરતી, ડિફેન્સ કરે છે. સૈનિક પાસે બંદૂક નથી હોતી, ગન હોય છે. તેમાં ગોળી નથી હોતી, બુલેટ હોય છે. યુદ્ધ નથી થતું, વૉર થાય છે. હુમલા નથી થતા, અટેક થાય છે. દિવાસળીની પેટી નથી હોતી, મેચ-બોક્સ હોય છે. પ્રાઈમસ નથી હોતો, સ્ટવ હોય છે. શીશી નથી હોતી, બોટલ હોય છે. પોલાદ નથી હોતું, સ્ટીલ હોય છે. તાંબું નથી હોતું, કૉપર હોય છે. ઈંટ નથી હોતી, બ્રીક હોય છે. આ લોકો બહાર ફરવા નથી જતા, આઉટિંગ પર જાય છે. તેઓ મુસાફરી કે પ્રવાસ નથી કરતા, જર્ની કે ટ્રાવેલિંગ કરે છે. ફરવા માટે કોઈ ગિરિમથકે નથી જતું, હીલ સ્ટેશન પર જાય છે. લોકો પર્યટન પર નથી જતા, ટુર પર જાય છે. ઉજાણી કરવા નથી જતા, પિકનિક કરવા જાય છે. સૂચના નથી કરતા, સજેશન કરે છે. અંતઃસ્ફરણા નથી થતી, ઈન્ટયુશન થાય છે. અભિવ્યક્ત નથી કરતા, એક્સપ્રેસ કરે છે. સમાધાન નથી કરતા, કૉમ્પ્રોમાઇઝ કરે છે. કદર નથી કરતા, ઍપ્રિસિએટ કરે છે. નમતું નથી જોખતાં, સરન્ડર થાય છે. વધારાનું નથી હોતું, એકસ્ટ્રા હોય છે. કોઈ પણ વાક્ય નથી બોલતા, સેન્ટ્રન્સ બોલે છે. તેનો અર્થ નથી હોતો, મીનિંગ હોય છે. તે ગાડી ચૂક્તા નથી, મિસ કરે છે. પૂર્વકાળજી નથી લેતા, પ્રિકોશન લે છે. સંબંધ નથી ટકાવતા, રિલેશન ટકાવે છે. શહેરમાં નથી રહેતા, સિટીમાં રહે છે. પરામાં નથી રહેતા, સબર્બમાં રહે છે. અમુક વિસ્તારમાં નથી રહેતા, એરિયામાં રહે છે. ગામડામાં નથી રહેતા, વિલેજમાં રહે છે. ૨૪ ભવ્ય ભાષા માતૃભાષા

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122