Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 28
________________ આશ્વાસન નથી આપતા, કન્સોલેશન આપે છે. તેમને માટે કાંઈ ફરજિયાત નથી હોતું - કાંઈ મરજિયાત નથી હોતું, કમ્પલસરી અને વૉલન્ટરી હોય છે. તેમને કોઈ કાર્યક્રમ નથી હોતો, પ્રોગ્રામ હોય છે. સમારંભ નથી હોતો, ફંકશન હોય છે. તેમને તહેવાર કે ઉત્સવ નથી હોતા, ફેસ્ટિવલ હોય છે. તેઓ તસવીર નથી લેતા, ફોટો પાડે છે. તેમને ઓળખપત્ર નથી હોતું, આઈડેન્ટિટી કાર્ડ હોય છે. તેમને પરવાનગી નથી મળતી, પરમિશન મળે છે. પરવાનો નથી મળતો, લાઈસન્સ મળે છે. તેઓ નોંધણી નથી કરાવતા, રજિસ્ટ્રેશન કરાવે લોકો પ્રવૃત્તિ નથી કરતા, ઍક્ટિવિટી કરે છે. કામ નથી કરતા, વર્ક કરે છે. આદેશ નથી કરતા, ઑર્ડર કરે છે. માનવાનું નથી કરતા, બિલીવ કરે છે. વિશ્વાસ નથી કરતા, ટ્રસ્ટ કરે છે. છેતરપિંડી નથી કરતા, ફૉડ કરે છે. તેમને પ્રયોજન કે ઉદ્દેશ નથી હોતા, પર્પસ કે ઈન્ટેન્શન હોય છે. ધ્યેય નથી હોતું, ગોલ હોય છે. જીવન નથી હોતું, લાઈફ હોય છે. જીવનશૈલી નથી હોતી, લાઈફ-સ્ટાઈલ હોય છે. જીવનધોરણ નથી હોતું, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોય છે. કારણ નથી હોતું, રીઝન હોય છે. કોઈ અધિકાર માટે નથી લડતા, રાઈટ માટે લડે છે. કોઈ ફરજ નથી બજાવતા, ડ્યુટી બજાવે છે. કોઈ જવાબદારી નથી રાખતા, રિસ્પૉન્સિબિલિટી રાખે છે. કોઈની ક્રિયા કે પ્રતિક્રિયા નથી હોતી, અંકશન અને રિએકશન હોય છે. દવાની પણ આડઅસર નથી હોતી, રિએક્શન હોય છે. કોઈ પ્રતિભાવ નથી આપતું, રિસ્પોન્સ - આપે છે. કોઈને જરૂરિયાત કે આવશ્યકતા નથી હોતી, રિક્વાયરમેન્ટ હોય છે. કાંઈ આવશ્યક નથી હોતું, નેસેસરી હોય છે. સગવડતા નથી જોઈતી, કમ્ફર્ટ જોઈએ છે. વૈભવ નથી જોઈતા, લક્ઝરી જોઈએ છે. તેમને કાંઈ અનુકૂળ નથી હોતું, કન્વીનિઅન્ટ હોય છે. કાંઈ પ્રતિકૂળ નથી હોતું, ઈન્કવીનિઅન્ટ હોય છે. લોકો પૈસાનું રોકાણ નથી કરતા, ઈન્વેસ્ટમેન્ટ કરે છે. તેમને વ્યાજ નથી મળતું, ઈન્ટરેસ્ટ મળે છે. વળતર નથી મળતું, રિટર્ન મળે છે. અનામત નથી આપતા, ડિપોઝિટ આપે છે. પૈસા ઉછીના નથી લેતા, લોન લે છે. હમાથી પૈસા નથી ભરતા, ઈન્સ્ટૉલમૅન્ટથી ભરે છે. પૈસા ચૂકવતા નથી, પેમેન્ટ કરે છે. બજારમાં દલાલ નથી હોતા. બ્રોકર હોય છે. ભવ્ય ભાષા માતૃભાષણ ૧૯Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122