Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 20
________________ ભણતા, ફિઝિક્સ ભણે છે. રસાયણશાસ્ત્ર નથી ભણતા, કૅમિસ્ટ્રી ભણે છે. ભૂમિતિ નથી ભણતા, જોમેટ્રી ભણે છે. અંકગણિત નથી ભણતા, ઍરિમેટિક ભણે છે. બીજગણિત નથી ભણતા, ઍલ્જિબ્રા ભણે છે. જીવવિજ્ઞાન નથી ભણતા, બાયૉલૉજી ભણે છે. અર્થશાસ્ત્ર નથી ભણતા, ઈકોનોમિક્સ ભણે છે. ચિત્રકામ નથી શીખતા, ડ્રોઈંગ શીખે છે. પર્યાવરણ -વિજ્ઞાન નથી ભણતા, એન્વાયરમેન્ટલ સાયન્સ ભણે છે. કેટલાક લોકો જ્યોતિષશાસ્ત્રનથી ભણતા, એસ્ટ્રોલોજી ભણે છે. હસ્તરેખાવિજ્ઞાન નથી ભણતા, પામિસ્ટ્રી ભણે છે. તત્ત્વજ્ઞાન નથી ભણતા, ફિલૉસોફી ભણે છે. સાહિત્ય નથી વાંચતા, લિટરેચર વાંચે છે. વાર્તા નથી વાંચતા, સ્ટોરી વાંચે છે. વિનોદી ટુચકા નથી વાંચતા, જૉકસ વાંચે છે. કવિતા નથી વાંચતા, પોએમ વાંચે છે. અનુક્રમણિકા નથી વાંચતા, ઈન્ડેક્સ વાંચે છે. પરિશિષ્ટ નથી વાંચતા, એપેન્ડિક્સ વાંચે છે. પૃષ્ઠ ક્રમાંક સાથે તેમને મતલબ નથી, તે પેઈજ નંબર જોઈ લે છે. પુસ્તકને મુખપૃષ્ઠ નથી હોતું, ફ્રન્ટ પેઈજ હોય છે. પુસ્તકનાં પ્રકરણ નથી હોતા, ચૅપ્ટર્સ હોય છે. દરેક ચૅપ્ટરને શીર્ષક કે મથાળું નથી હોતું, ટાઈટલ હોય છે. પુસ્તકનું મુદ્રણ નથી થતું, પ્રિન્ટિંગ થાય છે. તે પ્રકાશિત નથી થતું, પબ્લિશ થાય છે. પ્રકાશિત કરનાર પ્રકાશક નથી હોતા, પબ્લિશર હોય છે અને તે પ્રકાશન નથી કહેવાતું, પબ્લિકેશન કહેવાય છે. શાળાઓમાં શિક્ષણ નથી અપાતું, ઍજ્યુકેશન અપાય છે. સહશિક્ષણ નથી હોતું, કો-ઍજ્યુકેશન હોય છે. વિદ્યાર્થીઓની શાળામાં હાજરી નથી પુરાતી,એટેન્ડન્સ પુરાય છે. તે હાજર કે ગેરહાજર નથી હોતા, પ્રેઝન્ટ કે ઍબ્સન્ટ હોય છે. તેમને અઠવાડિયામાં સોમવાર-મંગળવાર-બુધવાર-ગુરુવાર-શુક્રવાર-શનિવાર અને રવિવાર નહિ પણ, વીકમાં મડે-ટુકડે-વેનચ્છે-થર્સડ-ફ્રાયડે-સૅટર્ડ અને સડે હોય છે. તે યોજના નથી બનાવતા, પ્રોજેક્ટ બનાવે છે. તે યોજના વિવિધલક્ષી નથી હોતી, મલ્ટિપર્પસ હોય છે. તેણે મુદ્દાસર નથી લખ્યું, ટુ ધ પૉઈન્ટ લખ્યું છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓ નથી હોતા, બૉયઝ એન્ડ ગર્લ્સ હોય છે. ગણિતમાં વિદ્યાર્થી વત્તા કરીને સરવાળો નથી કરતા, પ્લસ કરીને ઑડિશન કરે છે. ઓછા કરીને બાદબાકી નથી કરતા, માઈનસ કરીને સ ક્શન કરે છે. ગુણ્યા કરીને ભવ્ય ભાષા માતૃભાષા ૧૧Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122