Book Title: Bhavya Bhasha Matrubhasha Author(s): Muktivallabhvijay Publisher: Pragna Prabodh ParivarPage 25
________________ કમિશન હોય છે. સંસદ કે વિધાનસભામાં અધ્યક્ષ નથી હોતા, સ્પીકર હોય છે. બધા માર્ગ કે રસ્તા ઉપર નથી ચાલતા, રોડ પર ચાલે છે. તે માર્ગ ધોરીમાર્ગ નથી હોતો, હાઈ-વે હોય છે. તે પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નથી હોતો, નેશનલ હાઈ-વે હોય છે. તેની ઉપર તેઓ વાહન નથી હંકારતા, વેહિકલ ડ્રાઈવ કરે છે. હંકારનાર વાહનચાલક નથી હોતો, ડ્રાઈવર હોય છે. વાહનડાબી બાજુ નથી ચલાવવાના, લેફ્ટહેન્ડ સાઈડ ચલાવવાના છે. વાહન વેગથી નથી દોડતા, સ્પીડથી દોડે છે. વાહનને અકસ્માત નથી થતા, ઍક્સિડન્ટ થાય છે. વાહનને કાચ નથી હોતા, ગ્લાસ હોય છે. ક્યારેય વાહન વ્યવહાર ઠપ નથી થતો, ટ્રાફિક જામ થાય છે. તે રસ્તો ઓળંગતા નથી, ક્રોસ કરે છે. ગાડી નથી હોતી, કાર હોય છે. તેને પૈડાં નથી હોતા, વ્હીલ હોય છે. ફટફટિયું નથી હોતું, બાઈક કે મોટર સાઈકલ હોય છે. દ્વિચક્રી વાહન નથી હોતું, ટુ-વ્હીલર હોય છે. ચાર પૈડાંનાં વાહનો નથી હોતા, ફોર વ્હીલર હોય છે. એકમાર્ગીય રસ્તો નથી હોતો, વન-વે હોય છે. કેટલાક ટોચ પર નહિ, ટૉપ પર પહોંચે છે. કેટલાક મધ્યમાં નહિ, મિડલમાં પહોંચે છે. કેટલાક જલદી નહીં, ફાસ્ટ પહોંચે છે. કેટલાક મોડા નહીં, લેટ પહોંચે છે. કેટલાક શરૂ નથી કરતા, સ્ટાર્ટ કરે છે. પાછી નથી ફરતા, રિટર્ન થાય છે. ગાડી પાછી નથી વાળતા, રિવર્સમાં લે છે. ભાડાના વાહનનું ભાડું નથી હોતું, ફેઅર હોય છે. ગાડીમાં પોતાની બેઠકનું આરક્ષણ નથી કરાવત, રિઝર્વેશન કરાવે છે. પ્રતીક્ષાયાદીમાં તેમનું નામ નથી આવતું, વેઈટિંગ લીસ્ટમાં આવે છે. ગાડીમાં ડબા નથી હોતા, કમ્પાર્ટમેન્ટ હોય છે. ગાડીનું આગમન નથી હોતું, અરાઈવલ હોય છે. પ્રયાણ નથી હોતું, ડિપાર્ચર હોય છે. તેઓ ચાંપ નથી પાડતા, સ્વિચ ઓન કરે છે. સ્મિત નથી કરતા, સ્માઈલ કરે છે. પડદો નથી કરતા, કર્ણન કરે છે. ગાદલા પર ઓછાડ કે ચાદર નથી પાથરતા, બેડશીટ પાથરે છે. દંતમંજન નથી વાપરતા, ટુથપાવડર વાપરે છે. ખેતી નથી કરતા, ફાર્મિંગ કરે છે. તે કરનારા ખેડૂત નથી હોતા, ફાર્મર હોય છે. કોઈ ખૂન કે હત્યા નથી કરતું, મર્ડર કરે છે. કોઈ આત્મહત્યા નથી કરતું, સ્યુસાઈડ કરે છે. કોઈનો જન્મદિવસ નથી આવતો, ૧૬ - ભવ્ય ભાષા : માતૃભાષાPage Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122